અન્ય જીલ્લાઓમાંથી આવેલા હજારો પરિક્ષાર્થીઓ રઝળી પડયા
દામનગર શહેરમાં પાંચ કેન્દ્રો પર લેખિત પરિક્ષા માટે આવેલ હજારો વિદ્યાર્થી ઓ અને સાથે આવેલ વાલી ઓ રજળી પડ્યા પરિક્ષાર્થી યુવક યુવતી ઓ માં સ્પષ્ટ નારાજગી જોવા મળી હતી લોક રક્ષક દળ ની પરીક્ષા રદ થતા હજારો પરિક્ષાર્થી રજળી પડ્યા દામનગર શહેર ના પાંચ પરીક્ષા કેન્દ્રો પર પંદર સો થી વિદ્યાર્થીઓ સહિત સાવરકુંડલા ના ખાતે બે હજાર થી વધુ રજળી પડ્યા
લોક રક્ષક દળની લેખિત પરીક્ષા માટે અમરેલી જિલ્લા માં બીજા જિલ્લાઓમાંથી આવેલ હજારો વિદ્યાર્થી ઓ પરીક્ષા રદ થતા ભારે નિરાશ મહત્વ ની પરીક્ષા અંગે પરીક્ષા લેનાર સરકારી તંત્ર ઓફિશયલી સિક્રેટ એકટ નું પાલન કેમ ન કર્યું ? અમરેલી જિલ્લા માં બીજા જિલ્લા ઓ માં થી પરિક્ષાર્થે આવેલ છાત્રો એકા એક પરીક્ષા રદ થતા સમય શક્તિ ને સુવર્ણ ભવિષ્ય બગડયા નો અહેસાસ શિક્ષણ બોર્ડ ને બદલે ગૃહ વિભાગે અનુભવ વગર પરીક્ષા ની જવાબદારી કેમ ? આવી મહત્વ ની પરીક્ષા નું પ્રશ્ન પેપર લીક ક્યાં થી થયું ?
સ્પર્ધામક પરીક્ષા નું પ્રશ્ન પેપર કોઈ પરીક્ષા કેન્દ્ર પર સીલ બંધ રીતે પોલીસ બધોબસ્ત માં આવે અને તજજ્ઞ વ્યક્તિ ઓ ની નિગરાણી માં પરીક્ષા કેન્દ્રો પર જ ખુલ્લતા હોય છે ત્યારે એટલી હાર્ડવર્ક ને કઈ જગ્યા એ કોણે ભેદી ? સ્ટ્રોગ રૂમ થી પેપર ફૂટ્યું કેમ ? આના માટે જવાબદાર કોણ ? લાખો વિદ્યાર્થી ના સુવર્ણ ભવિષ્ય સાથે ગંદી રમત વાર વાર કેમ ?
ગુજરાત સરકાર ના ગૃહ વિભાગ દ્વારા આવી મહત્વ ની પરીક્ષા માટે લાખો વિદ્યાર્થી ઓ યુવક યુવતીઓની કરોડો રૂપિયાની ફી અને સમય શક્તિનો વ્યય માટે ધોર બેદરકારી થી છાત્રોમાં ભારે નારાજગી જોવા મળી હતી