અમરેલીમાં આવતી કાલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પતિનું આગમન થવા જી રહ્યું છે. જેને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રીના હસ્તે કુલ 292 કરોડથી વધુ રકમના આ વિવિધ વિકાસના કામોના લોકાર્પણને ખાત મુહૂર્ત અને નવીનીકરણ થશે. તેથી મુખ્યમંત્રીના આગમન સાથે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે જેને લઇ તૈયારીઓ શરુ કરવામાં આવી છે.

03

જેમાં સૌપ્રથમ અમરેલીના લોકો જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે તેવા નવા બસ પોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે અદ્યતન સુવિધાઓ સાથેનું મોર્ડન એસટી બસ પોર્ટના લોકાર્પણ ને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે અમરેલીમાં અત્યાર આધુનિક સુવિધાથી બસ સ્ટેન્ડ બનતા અમરેલી શહેરી જનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

ત્યાર બાદ બીજા કાર્યક્રમમાં તેમજ આવતી કાલે મુખ્યમંત્રીના હસ્તે રાજમહેલના વિસરાયેલા વૈભવને પુનઃ જીવિત કરવા રમતવીરો માટે જિલ્લા કક્ષાનું મોર્ડન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ખાત મુહુર્ત કરવામાં આવશે.

02

ત્યારબાદ ત્રીજા તબ્બકામાં અમરેલીમાં કુલ 292 કરોડથી વધુ રકમના આ વિવિધ વિકાસના કામોના લોકાર્પણને ખાત મુહૂર્ત અને નવીનીકરણ થશે. ત્યારે તેને લઈને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અમરેલી પોલીસ સજ્જ કરવામાં આવી છે.

પ્રદીપ ઠાકર 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.