77 મા સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી અનુસંધાને અમરેલી કલેકટર અજય દહીયા દ્વારા LCB ના PI એ.એમ.પટેલની સુંદર અને ઉત્ક્રુષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું .
SP હિમકર સિંહના માર્ગદર્શક હેઠળ અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અમરેલી જિલ્લાની દરેક સેવામાં સતત 24 કલાક અમરેલી LCB લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામગીરી કરી રહી હતી. અમરેલીના ઘણા બધા બૂટલેગરો અને અસામાજિક તત્વો અને નાસ્તા ફરતા આરોપીઓને પકડી જેલ હવાલે કરેલ હતા . અમરેલીના હજારો મોબાઈલ કોપની મદદથી LCB દ્વારા પરત દેવાયા હતા .હજારો ચોરાયેલા ટુ વ્હીલર અને મોબાઈલ ફોન સોનાના દાગીના ઘરવખરી સહિતના ચોરને પકડી પાડવામાં જબરદસ્ત કામગીરી બજાવી રહ્યા છે ત્યારે 15 ઓગષ્ટ નિમિત્તે જાફરાબાદ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના કાર્યક્રમમા એલસીબી PI નું સન્માન કરાયું હતું . આ તકે અમરેલી કલેકટર અજય દહિયા સાહેબ અમરેલી SP હિમકર સિંહ સાહેબ જિલ્લા વિકાસ અધિકારી દિનેશ રમેશ ગુવર સહિતના અધિકારીઓ દ્વારા અમરેલી LCB ની પ્રશંસા કરાઈ હતી.