- લીલીયાના સાજણ ટીંબા ગામનો ગગડિયા નદી ઉપરનો પુલ જર્જરિત હોવાના કારણે બંધ કરવાથી લોકો પરેશાન
- પુલ બંધ હોવાના કારણે ઇમરજન્સી સેવા માટે પણ 10 કિલોમીટર ફરવા જવું પડે છે
- તાત્કાલિક પુલ મંજૂર કરવા અને વૈકલ્પિક રસ્તો કરી આપવા લોકોની માંગ
અમરેલી જિલ્લાના લીલીયા લીલીયા તાલુકાના સાજણ ટીંબા ગામનો ગગડિયા નદી ઉપરનો પુલ જર્જરિત હોવાના કારણે બંધ કરાયો છે પરંતુ પુલ બંધ થવાના કારણે 8 થી 10 ગામો ના લોકો મુશ્કેલીમાં મુકાયાછે દામનગર થી લીલીયા અમરેલી જવા માટે લોકોને 12 કિલોમીટર ફરવા જવું પડે છે , અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં આવેલા લીલીયા થી દામનગર પંચાયતના રોડ ઉપર સાજણટિંબા ગામે ગાગડિયા નદી ઉપર આવેલો આશરે 45 વર્ષ જૂનો પુલ જર્જરિત થઇ ગયો છે.
ગામના લોકોને અમરેલી અથવા લીલિયા જવું હોય તો આ જર્જરિત પુલ પરથી જ જવું પડે છે ગામના સરપંચનું કહેવું છે કે આ પુલ છે તે અગિયાર મહિનાથી તૂટી ગયેલો છે અહી બાજુમાં કેડી છે તે પણ ગામના લોકોએ કરી છે થોડોક વરસાદ આવે એટલે રસ્તો બધ થઈ જાય છે અને બીજો જે રસ્તો છે ત્યાં પણ નદી માં પાણી આવી જાય એટલે તે રસ્તો બંધ થઈ જાય છે અમારે લોકોને જવું ક્યાં અગિયાર મહિનાથી અમારી માગણી છે અમારી સામું પણ કોઈ જોતું નથી સાજણ ટીંબા સહિતના 8 થી 10 ગામો આવેલા આ ગામના લોકોને આ જર્જરિત પુલ પરથી મોતના પુલ પરથી પસાર થઈ રહ્યા છે.
જ્યારે કોઈ દવાખાના નો કેસ હોય ત્યારે પગકેડી રસ્તે અથવા ફરીને જવું પડે છે ચોમાસા દરમિયાન પાણી ભરાયા હોય છે જેના બધા રસ્તાઓ બંધ થઈ જાય છે ડીલેવરી હોય કે કોઈને હાર્ટએટેક આવ્યો હોય ત્યારે અમરેલી હોસ્પિટલે પહોંચવું ખૂબ જ મુશ્કેલ બને છે સમયસર હોસ્પિટલ ન પહોંચવાના કારણે ઘણા લોકોના જીવ પણ ગયા છે છેલ્લા 11 મહિના થી અમારે આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ડાયવર્ઝન મળે તેવી માંગ કરે છે, હવે ગામના લોકોની માંગ એવી ઊઠી છે.
પાંચ દિવસની અંદર નવો બાયપાસ કાઢવામાં આવે જેના કારણે અમારે દવાખાન અથવા ધંધા રોજગાર માટે અમરેલી અથવા લીલીયા જવામાં કોઈ મુશ્કેલી ન પડે પાણી આવે ત્યારે જો પુલ ઉંચો કરવામાં આવે તો કોઈ સમસ્યા નહીં રહે જો કંઈ તંત્ર દ્વારા એક્શન નહીં કરવામાં આવે તો ખુબ જ સમસ્યાઓ રહેશે ખેતરે જવા માટે પણ ખૂબ જ મુશ્કેલી રહે છે.
વરસાદ દરમિયાન ખેતરે જવું પણ મુશ્કેલ બને છે ગામ લોકોએ બાજુમાંથી કાચી કેડી કરી છે ત્યાં ચોમાસા દરમિયાન જીવના જોખમે ચાલવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે ,લીલીયાના સાજણ ટીંબા ગામનો ગગડિયા નદી ઉપરનો પુલ જર્જરિત હોવાના કારણે બંધ કરાયો છે પરંતુ પુલ બંધ થવાના કારણે 8 થી 10 ગામો ના લોકો મુશ્કેલીમાં મુકાયા 11 મહિનાથી પુલ ટુટેલો છે તંત્ર દ્વારા હજુ સુધી કંઈ કરવામાં આવ્યું નથી.
ગામ લોકોની એક જ માંગ ઉઠી છે કે વહેલામાં વહેલી તકે પહેલા એક બાયપાસ કાઢવામાં આવે ને નવો પુલ ઊંચો બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે…
પ્રદિપ ઠાકર અમરેલી