• લોનમેળામાં અલગ-અલગ 16 બેંકો, સહકારી બેંકો તથા જિલ્લા ઉદ્યોગકેન્દ્ર સહિતના પ્રતિનિધિ રહ્યા હાજર

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકાર , ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા નાણાની જરૂરિયાત વાળા માણસોને સહેલાઇથી અને વ્યાજબી વ્યાજદરે નાણા મળી રહે તેવી વ્યવસ્થા કરવા સુચના આપવામાં આવેલ હોય, જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓની સુચના અને અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય ના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા નાણાની જરૂરીયાત વાળા લોકોને ઉંચા વ્યાજે રૂપિયા લેવાની ફરજ ન પડે અને બેન્ક દ્વારા પણ ઓછા વ્યાજે નાણા મળી રહે તે માટે નવતર પ્રયોગ હાથ ધરી અમરેલી પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવેલ. આ લોન મેળામાં ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વલય વૈદ્યની અધ્યક્ષતામાં અલગ-અલગ 16 રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા તાલીમ કેન્દ્ર, તેમજ અમરેલી નગરપાલિકાના પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા. બેંકના પ્રતિનિધીઓ દ્વારા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય નાઓનું સન્માન કરવામાં આવ્યુ હતું અને હાજર લોકોને મળવાપાત્ર લોન અંગેની યોજનાઓ તથા સહાય વિશે માહિતગાર કર્યા હતા. અલગ અલગ બેંકના પ્રતિનિધીઓએ નાણાની જરૂરિયાત વાળા લોકોને સહેલાઈથી અને ઓછા વ્યાજે નાણા મળી રહે તેવા ઉમદા વિચાર સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજના અંતર્ગત લોન મળી શકે તે અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. અમરેલી પોલીસ પરિવાર દ્વારા આયોજિત આ લોન મેળામાં જિલ્લા ભરમાંથી 600 થી વધારે લોકોએ ભાગ લીધો હતો. અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ આ લોન મેળામાં ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય તથા ના.પો.અધિ. પી.આર. રાઠોઠ  તથા અમરેલી જિલ્લાના તમામ પો.સ્ટે./શાખાના ઇન્ચાર્જ અધિકારી, પોલીસ કર્મચારીઓ હાજર રહી, લોન મેળા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના સમાપન સમયે પો.સ.ઈ. જે. એમ. કડછા એ તમામ બેન્કના પ્રતિનિધીઓ તથા હાજર રહેલ લોકોને આ કાર્યક્રમ સફળ બનાવવા બદલ આભાર વ્યકત કર્યો હતો.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.