જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ અને ભટ્ટવદર ગામ વચ્ચે નર્મદાની પાઇપલાઇનનો વાલ્વ લિકેજ થતા પાણીનો ફૂવારો થયો હતો. તેમજ હજારો લિટર પાણી નદીના રૂપમાં વહી વ્યય થઇ ગયું હતું. મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થતો હોવા છતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા રિપેર કરવાની તસ્દી લીધી નથી.
એક તરફ ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યા પ્રવર્તી રહી છે ત્યારે આવી રીતે લાખો લિટર પાણીનો બગાડ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.