સાવરકુંડલા ખાતે સાથે નોકરી દરમિયાન પરિચય કેળવી ઉંચા વળતરની લાલચ આપી મહિલા સહિત બંનેએ વૃધ્ધ સાથે છેતરપિંડી કરી
અમરેલી શહેરમાં રહેતા નિવૃત કર્મચારીને પી.એફ.ના આવેલા રકમનું રોકાણ કરાવી ઉંચા વળતરની લાલચ આપાના ગુનાનો એલ.સી.બી., એસ.ઓ.જી. એ ભેદ ઉકેલી મહિલા સહિત બે શક્સોને સકંજામાં લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વિગત મુજબ અમરેલીમાં રહેતા સરકારી નિવૃત કર્મચારીએ માણેકપરામાં રહેતા અને આદિત્ય બિરલા સનલાઈફ બ્રાંચ હેડ હિરેન હસુભાઈ જોષી અને આદિત્ય બિરલાના મેનેજર જીજ્ઞાબેન હિરેનભાઈ એ રૂ.33.60 લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોાંધાવી છે.
એલ.સી.બી.એ ગુનાનો ભેદ ઉકેલી શખ્સને ઝડપી લઈ પ્રાથમિક તપાસમાં હિરેન જોષી સાવરકુંડલા ખાતે આઈ.ટી.આઈ. કચેરીમાં નોકરી કરતા હતા ત્યારે નિવૃત થયેલા કર્મચારી તેની સાથે નોકરી કરતા હોવાથી પરિચય કેળવ્યો હતો.
બાદ હિરેન જોષી આદિત્ય બિરલા સન લાઈફ કંપનીમાં બ્રાંચ હેડ તરીકે નોકરીમાં જોડાયા હતા અને તેને પ્રૌઢ નિવૃત થયાની જાણ થતા નિવૃત્તિનાં રૂપીયાનું રોકાણ આદિત્ય બિરલા સન લાઈફ કંપનીમાં કરવા અને સારૂ વળતર આપવા જીજ્ઞાબેન સહિત બંનેએ રૂ. 33.60 લાખનું રોકાણ કરાવી ઠગાઈ કર્યાનું જણાવ્યુંં હતુ પોલીસે બંને સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.