- LCBએ નકલી પોલીસ ઝડપ્યો
- બસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ યુનિફોર્મ પહેરીને આટા ફેરા કરતા 31 વર્ષીય ઉમેશ વસાવાની ધરપકડ
Amreli : LCBએ તાજેતરમાં ધરપકડ કરી છે, પરંતુ નકલી પોલીસને ઝડપી પાડ્યો હતો. તેમજ અમરેલી LCB નકલી પોલીસ ઝડપી લીધો છે. પોલીસ નહીં હોવા છતાં પોલીસની વર્દીમાં આંટાફેરા મારતા શખ્સને ઝડપી પડ્યો હતો.
મળતી માહિતી અનુસાર,અમરેલીના બસ્ટેન્ડ વિસ્તારમાંથી અમરેલી LCBએ નકલી પોલીસને દબોચી લીધો છે. ઉમેશ વસાવા ગામ ચીતપુર તાપી જિલ્લાના શખ્સને નકલી વર્દી સાથે ઝડપી લીધો છે. આ દરમિયાન આરોપી ઉમેશ વસાવા પાસેથી ગુજરાત પોલીસની વર્દી, કેપ, બુટ સહીત 4000 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.
ગુજરાત પોલીસનો યુનિફોર્મ પોલીસ કેપ, બેલ્ટ, બુટ તેમજ મોબાઈલ ફોન અને રોકડ રકમ 1000 મળી કુલ રૂ.4000નો મુદામાલ કબ્જે લીધો છે. કોઈ વ્યક્તિ સાથે છેતરપીંડી કરી છે. તેમજ નાગરિકોને ખોટી રીતે નુકસાન પહોંચાડ્યું છે કે પરેશાન કર્યા છે કે કેમ.?તે અંગે પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
તાપી જિલ્લાનો શખ્સ અમરેલી શહેરમાં નકલી પોલીસ બની ફરી રહ્યો હતો. તેને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે નકલી પોલીસકર્મી ઝડપાતા જિલ્લા પોલીસ વડા પણ ચોંકી ઉઠ્યા હતા અને પૂછપરછ માટે SP કચેરીમાં બોલાવી જાતે પૂછપરછ શરૂ કરી છે. ત્યારે હાલ નકલી પોલીસ સમગ્ર પોલીસ બેડામાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
અહેવાલ : પ્રદીપ ઠાકર