અમરેલી-જૂનાગઢ મીટર ગેજ ટ્રેન સવારે 6:25 કલાકે, અમરેલીથી ઉપડશે
અબતક, અતુલ કોટેચા, વેરાવળ
યાત્રિકોની માંગ અને સુવિધાને ધ્યાને રાખી રેલવે બોર્ડએ પશ્ર્ચિમ રેલવેના ભાવનગર ડિવીઝનની અમરેલી-વેરાવળ તથા અમરેલી-જૂનાગઢ-અમરેલી મીટરગેજ દૈનિક સ્પેશ્યલ ટ્રેન ચલાવવા મંજૂરી આપવામાં આવી છે. આ વિશેષ ટ્રેનોનું ભાડું મેલ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચના ભાડાં જેટલું હશે. અમરેલી-વેરાવળ-અમરેલીની સ્પેશ્યલ 16 ડિસેમ્બરથી દરરોજ વેરાવળ સ્ટેશનથી વેરાવળ-અમરેલી બપોરે 12:50 વાગ્યે ઉપડી સાંજના 6 (18:00) વાગ્યે અમરેલી સ્ટેશન પર આવશે. જ્યારે અમરેલી-વેરાવળ મીટરગેજ ટ્રેન દરરોજ બપોરના 12:05 વાગ્યે અમરેલી સ્ટેશનથી ઉપડશે અને 17:20 (સાંજના 5:20) વાગ્યે વેરાવળ પહોંચશે. જ્યારે અમરેલી-જૂનાગઢ દૈનિક સ્પેશ્યલ ટ્રેન આજથી અમરેલીથી સવારે 6:25 વાગ્યે ઉપડશે અને સવારના 10:05 વાગ્યે જૂનાગઢ આવશે. જ્યારે જૂનાગઢ-અમરેલી દૈનિક સ્પેશ્યલ ટ્રેન દરરોજ સાંજના 5:40 (17:40) વાગ્યે જૂનાગઢથી ઉપડી રાત્રિના 9:30 (21:30) વાગ્યે અમરેલી સ્ટેશને પહોંચશે.
રેલ પ્રસાશન દ્વારા મુસાફરોને અનુરોધ કરવામાં આવે છે કે મુસાફરી કરતી વખતે માસ્ક પહેરે, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે તથા સેનેટાઇઝરનો ઉપયોગ કરવામાં આવે તથા વારંવાર સાબુ તથા હેડવોશથી હાથ ધોવા તથા કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું.