- અમરેલી ઈન સર્વિસ ડોક્ટરો દ્વારા વહીવટી પ્રશ્નોના નિરાકરણ બાબતે ક્લેક્ટર અને DDOને આવેદનપત્ર આપી નિરાકરણ માટે રજૂઆત કરાઈ
સરકારી હોસ્પિટલો ખાતે ફરજ બજાવતા તબીબી અધિકારીઓ દ્વારા વહીવટી પ્રશ્નોના નિરાકરણ બાબતે ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર એસોસિએશનના નેજા હેઠળ તબીબોના વણ ઉકેલ્યા વહીવટી પ્રશ્નો બાબતે અમરેલી જીલ્લા કલેકટર તેમજ જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાયિક રજૂઆત કરવા જણાવેલ છે. જેમા સેવા સળંગ અને ઉચ્ચતર પગાર સહિતના પ્રશ્નો સામેલ છે.
અમરેલી ઈન સર્વિસ ડોક્ટરો દ્વારા 2022ની શરૂઆતમાં આંદોલન કરી અનિશ્ચિત મુદતની હડતાલ પાડેલ હતી ત્યારે તે સમયે સરકાર દ્વારા તમામ માગણીઓ ધ્યાનપૂર્વક સાંભળી નિરાકરણ લાવવા માટે બાહેધરી આપતા આંદોલન સમેટાયુ હતુ. પરંતુ આજદિન સુધી તબીબોના વહીવટી પ્રશ્નો જેવા કે ઉચ્ચતર પગાર ધોરણનો સમયસર લાભ,સમયસર સેવા સળંગ અને દર વર્ષે સિનિયોરીટી લિસ્ટ બહાર પાડવાનું હોય છે. જેમનું યોગ્ય નિરાકરણ થઈ શકેલ ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જયારે સામુહિક આરોગ્ય કેન્દ્રો કે સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડેન્ટલ તબીબોને ઉચ્ચત્તર પગારધોરણનો લાભ આવવામા આવે છે.
સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ભારત સરકારની ગાઈડ લાઈન પ્રમાણે છ તબીબી અધિકારીઓની પોસ્ટ ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ હેઠળ હોવી જોઈએ તે મુજબ હાલમાં ફક્ત ત્રણ તબીબોનુ જ મહેકમ જોવા મળે છે.આમ ઉપરોક્ત વહીવટી પ્રશ્નો બાબતે નિરાકરણ ન આવતા અમરેલીના ડોક્ટર ગ્રુપના પ્રતિનિધિ દ્વારા 17 માર્ચના રોજ ગાંધીનગર સચિવાલય ખાતે માનનીય મુખ્યમંત્રી તેમજ આરોગ્ય વિભાગના મંત્રીના કાર્યાલય ખાતે આવેદનપત્ર આપી પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા માટે જણાવેલ છે.
તબીબોના વહીવટી પ્રશ્નોનો યોગ્ય નિકાલ ન આવે તો તારીખ 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસે સમગ્ર ગુજરાત સહિત અમરેલી જીલ્લાના તબીબો માસ સીએલ પર જશે તેવી રજૂઆત કરવાના આવી હોવાનુ ઈન સર્વિસ ડોકટરોની અખબારી યાદીમાં જણાવેલ છે.
અહેવાલ : ચેતન વ્યાસ