નબળા વર્ષના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી
અમરેલી જિલ્લાના કોંગ્રેસના પાંચ ધારાસભ્યો દ્વારા જિલ્લાના ખેડૂતો તાત્કાલિક અસર થી પાકવિમો મળે તેમાટે રાજ્ય સરકારને દર્દ ભરી અપીલ કરી યોગ્ય રજુઆત કરી છે ધારાસભ્યો દ્વારા જણાવ્યું છે કે નબળું વરસ ના કારણે જગતના તાત ની સ્થિતિ ખુબજ કફોલી બની છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નૈતિકાના ધોરણે પાકવિમાની જાહેરાત કરી ત્વરિત ચુકવણી કરવી જોઈએ
અમરેલીનાધારાસભ્ય અને વિરોધ પક્ષનાનેતા પરેશભાઈ ધાનાણી,લાઠીના વિરજીભાઈ ઠૂંમર,સાવરકુંડલના પ્રતાપભાઈ દુધાત,ધારીના જે,વી,કાકડીયા,અને રાજુલામાં અમરીશભાઈ ડેર મળી તમામ પાંચ ધારાસભ્યો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર લખી દર્દ અપીલ કરી ખેડૂતોને પાક વિમાની ચૂકવણી કરવાની માંગ કરેલ છે.
અમરેલી જિલ્લાના કોંગ્રેસના પાંચ પાંડવો સમાન ધારાસભ્યો દ્વારા સામુહિક નિવેદન આપ્યું છે કે જિલ્લામાં પાકવીમાં ની માંગને લય અનેકવાર આવેદનપત્ર તેમજ ધરણા,ઉપવાસ સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા છતાં પણ રાજ્યની મૂંગી અને બહેરી સરકારનું પેટ નું પાણી હલતું નથી વધુમાં જણાવ્યું હતું ધારાસભ્ય પોતાના મત વિસ્તારના પ્રવાસ કરે ત્યારે અનેક ખેડૂતો પાકવીમો કયારે મળશે તેવું પૂછી રહ્યા છે.
પાકવીમાંનું ફરજિયાત પ્રિમયમ કાપી અને લોભામણી જાહેરાત આપી માત્ર ખેડૂતો ને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે ત્યારે ખેડૂતોને પોતાનો હક ત્વરિત મળે તે માટે ખેડૂતોના પ્રતિનિધિ તરીકે દર્દ ભરી અપીલ કરી પાક વીમા ની જાહેરાત કરી તાત્કાલિક અસર થી ખેડૂતોને ચુકવવામાં આવે તેવું અંતના અમરેલી જિલ્લાના પાંચેય ધારાસભ્યો દ્વારા જણાવ્યું હતું