• પૂરતું પાણી મળી રહે તેવા હેતુથી નદીને ઊંડી કરી ચેકડેમો બનાવવામાં આવ્યા
  • બંને ચેકડેમો છલોછલ ભરાઈ ગયા

Amreli: જિલ્લાના ભેસાણ ગામમાંથી પસાર થતી ગાગડિયો નદી આજથી એક વર્ષ પહેલા ધોળકિયા ફાઉડેશન અને ગુજરાત સરકાર દ્વારા તે વિસ્તારના ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળી રહે તેવા હેતુથી નદીને ઊંડી કરી ચેકડેમો બનાવવામાં આવ્યા હતા, ઉપરવાસમાં વરસાદના કારણે આ બંને ચેકડેમો છલોછલ ભરાઈ ગયા છે જેના કારણે આઝાદી વખતથી ઉપયોગ થતા એક માત્ર મુખ્ય માર્ગ ઉપર 6 થી 7  ફૂટ પાણી ભરાઈ જવાથી ભેસાણ ગામના ખેડૂતો હવે મુંજાયા છે.ગ્રામજનો દ્વારા વિરોધ પ્રદર્શન કરી ખેડૂતોને ખેતરે જવા માટે માર્ગ બનાવી આપવા માંગ કરી છે .જો સત્વરે યોગ્ય પગલાં નહિ લેવાય તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ સાથે જળ સમાધી જેવા કાર્યક્રમ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ લીલીયાના ભેસાણ ગામે એક વર્ષ પહેલા ગાગડીયા નદી ઉપર બે ચેક ડેમો બનતા ગામની 1200 વીઘા જમીન ના રસ્તાઓ ઉપર 6 થી 7 ફૂટ પાણી ભરાતા ખેડૂતો ને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેમજ ચેક ડેમો છલોછલ થવાથી પાણી બન્યું મુશીબત બન્યું હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા લગાવવામાં આવ્યા હતા.

તેમજ ભેસાણ ગામમાંથી પસાર થતી ગાગડિયો નદી આજથી એક વર્ષ પહેલા ધોળકિયા ફાઉડેશન અને ગુજરાત સરકાર દ્વારા તે વિસ્તારના ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળી રહે તેવા હેતુથી નદીને ઊંડી કરી ચેકડેમો બનાવવામાં આવ્યા હતા ત્યારે ઉપરવાસમાં વરસાદના કારણે આ બંને ચેકડેમો છલોછલ ભરાઈ ગયા છે. જેના કારણે આઝાદી વખતથી ઉપયોગ થતા એક માત્ર મુખ્ય માર્ગ ઉપર 6 થી 7 ફૂટ પાણી ભરાઈ જવાથી ભેસાણ ગામના ખેડૂતોને ભારે હલકી ભોગવવી પડે છે.

ત્યારે ખેડૂતો સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા સવજીભાઈ ધોળકિયા એ ધોળકિયા ફાઉડેશન દ્વારા અહી ગોવિંદકાકા સરોવર બનાવ્યું હતું ત્યારે જણાવવામાં આવ્યું હતું કે 10 ઇંચ વરસાદ પડે તો પણ આપનો રસ્તો નહિ ડૂબે છતાં પણ ભેસાણ ગામના 1200 વીઘા જમીન ના રસ્તાઓ ઉપર માથા ડૂબ પાણી ભરાયાં છે અને આ બહેરું મૂંગું તંત્ર લોકોનું કાઈ સાંભળવા તૈયાર નથી.. તેવા આક્ષેપો પણ તેમના દ્વારા લગાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, ભેસાણ ગામમાં આવેલા રેલવેટ્રેકની સામે બાજુ ગામની 200 વીઘા ગૌચર સહિત 1200 વીઘા જમીન આવેલી છે ખેડૂતોને ખેતરે જવા માટે વર્ષો જૂનો એક માત્ર રસ્તો આ રેલ્વેટ્રેક નીચેથી પસાર થાય છે જે ધોળકિયા ફાઉદડેશન દ્વારા બનાવવામાં આવેલા ચેકડેમો ના કારણે પાણીમાં ગરકાવ થઇ ગયો છે હાલની પરિસ્થિતિ પ્રમાણે ત્યાં કોઈ ટ્રેક્ટર, સનેડો કે અન્ય સાધન સામગ્રી જઈ શકે તેમ નથી, કપાસ, મગફળી, વગેરે પાકોની જણસી તૈયાર થવાના આરે છે તો તેને ઘેર લાવવા માટે શું કરવું તે પણ એક મોટો પ્રશ્ન છે જેમ તેમ કરીને ખેતી કરવામાં તો આવી છે પરંતુ પાક ઊભો હોવાના કારણે કોઈના ખેતરોમાં ચાલવું પણ અઘરું બન્યું છે, આ અગાઉ પણ વિરોધ કરી ગામલોકો દ્વારા જળ સમાધિ લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ સિંચાઇ વિભાગ દ્વારા પાણી ઓછું કરી રસ્તો શરૂ કરી આપવા લેખિત ખાતરી આપી હતી પરંતુ ખાલી દેખાવ પૂરતા દરવાજા ખોલી ફરી બંધ કરી દેવતા લોકોની સમસ્યા જેમની તેમજ રહી હતી જેને લઇ ગ્રામજનો દ્વારા ફરી એકવાર વિરોધ પ્રદર્શન કરી ખેડૂતોને ખેતરે જવા માટે માર્ગ બનાવી આપવા માંગ કરી છે જો સત્વરે યોગ્ય પગલાં નહિ લેવાય તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ સાથે જળ સમાધી જેવા કાર્યક્રમ કરવામાં આવશે તેવી ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારમાં આવી છે.

પ્રદીપ ઠાકોર 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.