Amareli News
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ધરાઇ ગામે વર્ષો જૂની ભગવાન બાલ મુકુંદની હવેલી એકજ પરિવારના લોકો ત્યાં આ હવેલી સંભાળે છે અને પૂજા અર્ચના કરે છે આ હવેલીના અનુયાયી લાખોમાં છે હાલ આ એકજ પરિવારના સભ્યો સામ સામે આવી ગયા છે નયનાબેનના કહેવા પ્રમાણે હવેલી ના ટ્રસ્ટ દ્વારા નયના બેન જોશી અને મેનાબેન જોશી સહિત કુલ પાંચ મકાનો કોઈ પણ નોટિસ કે જાણકારી વગર તેઓની ગેર હાજરીમાં બંધ મકાનના તાળા તોડી જેસીબી મશીન વડે તોડી પડવામાં આવ્યા છે તેમજ મેનાબેન જોશીએ જણાવતા કહ્યું હતું કે મારા ખાનગીમાં રાખેલા 80 હજાર રૂપિયા અને સામાન પણ મને આપ્યો નથી તેઓની દુકાન પણ મકાનની સાથેજ હતી તો એ કેમ નથી પાડવામાં આવી …
આ બારમા જ્યારે બાલમુકુંદ હવેલી ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્ર જોશી ને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે ઉપવાસ ઉપર બેઠેલા નયનાબેન સહિતના લોકો આ સંસ્થાને બદનામ કરવા માગે છે સંસ્થાએ આ બાબતે અગાઉ ઠરાવો કરેલા છે જાહેર નોટિસ પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે તેમજ આ જગ્યા ટ્રસ્ટની છે જેને લઇ નિયમ મુજબ અમરેલી જિલ્લા કલેકટરને અરજી આપી પોલીસ પ્રોટેક્શન સાથે આ કાર્યવાહી કરવામાં આવી છે જેની સમગ્ર વિડિયો ગ્રાફી પણ કરવામાં આવીછે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ મકાનો જર્જરિત હતા જાનહાનિ ના થાય અને મંદિરના નવા નિર્માણ કરવાના હેતુથી આ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે…
તમામ વિગતો જ્યારે ધરાઇ ગામના મહિલા સરપંચના પતિ ને પૂછવામાં આવતા તેઓએ નયનાબેન અને તમામ પીડિતોની તરફેણ કરતા જણાવ્યું હતું કે પંચાયતને કે અન્ય કોઈને જાણ કર્યા વગર આ ડીમોકેશન કરવામાં આવ્યું છે અને કાર્યવાહી દરમિયાન અમરેલી પોલીસની હાજરીને શરમ જનક ગણાવી હતી સાથે સાથે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જો નયનાબેન ને ન્યાય નહિ મળેતો ગામલોકો પણ આ ઉપવાસ આંદોલનમાં જોડાશે અને આગળની રણનીતિ તૈયાર કરશે ….
સમગ્ર મામલે લૂંટની ફરિયાદ બાબતે અમરેલી પોલીસે પણ નિવેદન આપતા અમરેલી ડી.વાય.એસ.પી.જેપી ભંડારીએ જણાવ્યું હતું કે આ બાબતે પોલીસનો કોઈ રોલ નથી ટ્રસ્ટની અરજીના આધારે જરૂરી ડોક્યુમેન્ટ ચેક કરી કોઈ જાન માલ નું નુકશાન ના થાય એટલા માટે અમરેલી પોલીસ દ્વારા પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું તમામ કામગીરી નું વિડિયો ગ્રાફિ કરવામાં આવેલ છે જેમાં લૂંટ થઈ હોય એવી કોઈજ ઘટના જણાતી નથી
હાલતો ધરાઇ ગામની હવેલીના પટાંગણમાં બંને વૃદ્ધ મહિલાઓ ઉપવાસ ઉપર બેઠેલા છે.