- મંજૂરી વિના ચાલતી શાળાઓને લઇ શિક્ષણ વિભાગ એક્શન મોડમાં
- પાંચ શાળાઓની માન્યતા રદ કરવા કાર્યવાહી હાથ ધરાઈ
- નિત્યમ વિદ્યા સંકુલના બિલ્ડિંગમાં ચાલતી શાળાઓની માન્યતા રદ કરવા કાર્યવાહી શરુ
- બે શાળાના સંચાલકોએ મંજુરી ન હોવાનું સ્વીકાર્યું
- શિક્ષણ બોર્ડમાં કરાઈ રજૂઆત
- દર્શાવેલ સંખ્યા કરતા હાજર સંખ્યા ઓછી હોવાના આક્ષેપો
અમરેલી શહેરમાં મંજૂરી વિના શાળાઓ ઉપર શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવી છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કુલ પાંચ શાળાઓની માન્યતા રદ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં નિત્યમ વિદ્યા સંકુલના બિલ્ડિંગમાં ચાલતી ક્રિષ્ના સ્કૂલ અને સુ મધુર શાળાની માન્યતા રદ કરવા કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત જીવનતીર્થ, વિશેષ અને બાબરાની એક સ્કૂલ મળી કુલ પાંચ શાળાઓ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ રહી છે. તેમજ તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વધુમાં જણાવાયું હતું કે તમામ ખાનગી શાળાઓની માન્યતાઓ અંગે તપાસ કરવામાં આવશે.
- અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કુલ પાંચ શાળાઓની માન્યતા રદ કરવા કાર્યવાહી હાથ ધરાઇ
અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે ત્યારે નિત્યમ વિદ્યા સંકુલના બિલ્ડિંગમાં ચાલતી ક્રિષ્ના સ્કૂલ અને સુ મધુર શાળાની માન્યતા રદ કરવા કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ જીવનતીર્થ, વિશેષ અને બાબરાની પણ એક સ્કૂલ મળી કુલ પાંચ શાળાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી.
અમરેલીના જેશીંગ પરામાં આવેલ શ્રી તુની વિદ્યા મંદિર સામે શિક્ષણ વિભાગ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે આ તપાસ બાદ નવુ બહાર આવે તો નવાઈ નહી.
જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વધુમાં જણાવાયું હતું કે તમામ ખાનગી શાળાઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે અને જિલ્લાની તમામ માન્યતા પ્રાપ્ત શાળાઓની તપાસ કરવામાં આવશે. પરંતુ વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલના પ્રમાણપત્રો આપનાર સંચાલક પર કાર્યવાહી ક્યારે તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે.
અહેવાલ : પ્રદીપ ઠાકર