અમરેલી જિલ્લાનું વડિયા સફાઈના અભાવે ગંદકી થી કદબદે છે વડિયા ખાતે શહેરના મોટા ભાગના વિસ્તારોમા નિયમિત સફાઈના અભાવે ઠેર-ઠેર ગંદકીના ઢગલાઓ ખડકાયેલા છે અનિયમિત અને કાળઝાળ ગરમીની ઋતુના કારણે ગંદકી ની બદબુ થી વાઇરલ ઇન્ફેક્શન થવાથી શરદી ઉઘરસ અને ઝેરી તાવ સહિતનો રોગચાળો ફેલાય તેવી શકયતાઓ છે ત્યારે વડિયા શહેરની ગ્રામ પંચાયતનું વહીવટી તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં હોઈ તેમ ગંદકીના ઘર પંચાયતના સત્તાધીશોને ધ્યાનમાં આવતા નથી પંચાયતના સભ્યોના વહીવટ થી વડિયા શહેરમાં ગંદકી નું સામ્રાજ્ય જામ્યું છે
વડિયા શહેરમાં ગંદકી દૂર કરવા પંચાયતના સત્તાધીશો દ્વારા કોઈપણ પ્રકારની સંતોષકારક કામગીરી કરવામાં આવેલ નથી માત્ર દબલાઓ પકડાવી દીધા છે અને સફાઈ કરવા અંગે કોઈ ના હુકમની રાહ જોવાની હોઈ તેવો તાલ સર્જાયો છે વડીયામાં ઠેર-ઠેર ફેલાયેલી ગંદકી લોકોના આરોગ્યને માઠી અસર પહોંચાડે તે પહેલા વહીવટી તંત્રએ યુદ્ધના ધોરણે પગલાં લેવા જોઈએ વડિયા-કુંકાવાવ તાલુકાની પંચાયતોમાં પતિદેવો ભવ: ને બદલે સરપંચને ધ્યાન આપવું જોઈએ સરકારના પરિપત્ર મુજબ.
વડિયા શહેરમાં છેલ્લા કેટલાય સમય થી મોટાભાગના વિસ્તારોમાં ગંદકી કાયમ માટે રહે છે જયાં પંચાયતના અમુક સફાઈ કામદારો ને છૂટટા કરી અમુક કામદારો પહોંચવામાં વામળા પુરવાર થાય છે ત્યારે વડિયા શહેરને તાલુકાની તાજપોસી કરાવીને સરકારે વડિયા ને તાલુકો બનાવીને મોટું સાહસતો કરી લીધું છે પરંતુ તાલુકાના વહીવટી તંત્ર દિવસે-દિવસે કંગાળ થતું જાય છે.
સુરગપરા વિસ્તારમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ની સામે જ રહેતા ટીલાભાઈ બાલાપરિયા ના મકાન પાસેજ ભૂગર્ભ ગટર મા કેટલાય સમય થી ખુલ્લી છે તેમાં નાના બાળકો પડી ચુક્યા છે ને કેટલાયે કુતરાઓ મરણ પથારીએ પોઢયા છે છતાં પંચાયત ના સત્તાધીશો ભર નિંદ્રામાં છે ને ટીલાભાઈ બાલાપરિયા છેલ્લા છમાસ થી રોજ એક અરજી આપે છે છતાં પંચાયતના પેટમાં પાણી હલતું નથી તો શું આ વડિયા તાલુકામાં સરપંચપતિ ને વ્હાલા દવલા ના નિયમ થી ચાલે છે કે માત્રને માત્ર મલાઈમાજ ધ્યાન આપવામાં આવે છે તેવું સ્થાનિક લોકો જણાવી રહયા છે
સ્થાનિક અશોકભાઈ જોશીના જણાવ્યા મુજબ આ ભૂગર્ભ ગટર જ્યારથી બની ત્યારથી સાફ થઈ નથી અહીંના સ્થાનિક લોકોને અહીં ગંદકી ની બદબુ થી પરેશાની ભોગવવી પડે છેને બીમારીનો સામનો કરવો પડે છે જોકે સામુહિક આરોગ્ય કેન્દ્ર સામેજ છે એટલે 108 ની જરૂર પડતી નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com