અમરેલી જિલ્લા કલેકટર શ્રી ઓક ની અધ્યક્ષતા માં નેશનલ હાઇવે ઓથોરિટી ના ડાયરેકટર સહિત ખાનગી માલિકો સાથે બેઠક યોજાઇ હતી જેમાં સિત્તેર મીટર ની પહોળાઈ ધરાવતો નેશનલ હાઇવે અમરેલી જિલ્લાની ઉન્નતિ ની આધાર શીલા બનશે.
અમરેલી જિલ્લા કલેકટર શ્રી ઓક સાહેબ ની અધ્યક્ષતા માં મીટીંગ મળી અમરેલી અમદાવાદ ફોરલેન માટે ની કામગીરી અંગે રૂપરેખા રજૂ કરાય. આ ફોરલેન પર આવતા ૧૨ જેટલા પુલ સહિત બ્રોડગેજ રેલવે ઓવરબ્રિજ સહિતની ગહન ચર્ચા સબંધ કરતા તંત્ર સાથે કરવામાં આવી હતી.
પ્રોજેકટ ડાયરેકટર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રાજકોટ ભારત માળખાકીય પરિયોજના અંતર્ગત ઇકોનોમિક કોરિડોર વિકાસ માં સમાવિષ્ટ વિસ્તારો ના ખાનગી માલિકો ની સંપાદિત થતી જમીન અંગે ખેડૂતો સાથે વિચાર વિમર્શ કરાયો. સિત્તેર મીટર પહોળાઈ ધરાવતા ફોરલેન આ રોડ પર આવતા ગ્રામ્ય વિસ્તારો ના ખેડૂતો સરપંચો સાથે નામદાર સરકાર નો સીધો સંવાદ. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના પ્રોજેકટ ડાયરેકટર દ્વારા રૂપરેખા સાથે અમરેલી જિલ્લા ના અનેકો ક્ષેત્રે વિકાસ ની આધાર શીલા રૂપ આ રસ્તો ઉન્નતિ નો પર્યાપ્ત બનશે નો આશાવાદ વ્યક્ત કર્યો.