- ખનિજ માફીયા ત્રણ ભાઈઓએ કર્યો હુમલો
- વાહનો નદીમાંથી ડીટેલ કર્યાની જાણકારી આવી સામે
- ઇજાગ્રસ્ત સિક્યુરિટી મુકેશ જોષીને અમરેલી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા
- ત્રણેય લોકોએ ધમકી આપી હોવાના ખનીજ વિભાગના અધિકારીઓના આક્ષેપ
અમરેલી શેત્રુંજી નદીમાં વહેલી સવારે રેડ કરવા ગયેલી ખાણ ખનિજ ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.ખનિજ માફીયા ત્રણ ભાઈઓએ હુમલો કર્યો હતો.સામે પક્ષના લોકો દ્વારા પણ ખાણ ખનિજના કર્મચારીઓ ઉપર માર માર્યાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.અધિકારી દ્વારા મળતી વિગત પ્રમાણે ત્રણ શકસો પોતાના વાહનને બચાવવા માટે થઈને હુમલો કર્યો હતો.એક ડમ્પર અને એક ટ્રેક્ટર નદીમાંથી ડીટેલ કર્યાની જાણકારી મળી આવી હતી.હુમલામાં ઇજાગ્રસ્ત સિક્યુરિટી મુકેશ જોષીને અમરેલી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા.ઘટનાની જાણ કરાતા અમરેલી તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી શેત્રુંજી નદીમાં વહેલી સવારે રેડ કરવા ગયેલી ખાણ ખનિજ ટીમ પર ખનિજ માફીયા ત્રણ ભાઈઓનો હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે સામે પક્ષના લોકો દ્વારા પણ ખાણ ખનિજના કર્મચારીઓ ઉપર માર માર્યાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે અધિકારી દ્વારા મળતી વિગત પ્રમાણે ત્રણ શકસો પોતાના વાહનને બચાવવા માટે થઈને હુમલો કર્યો હતો. જેમાં એક ડમ્પર અને એક ટ્રેક્ટર મળે કોલ 2 વાહનો નદીમાંથી ડીટેલ કર્યાની જાણકારી આપવામાં આવી હતી. આ સાથે આવાર નવાર જીવના જોખમે કાર્યવાહી કરતા અધિકારીઓ ઉપર હુમલાના બનતા બનાવોને નાથવા કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે.
આ હુમલામાં ઇજાગ્રસ્ત સિક્યુરિટી મુકેશ જોષી ને અમરેલી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ કરાતા અમરેલી તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યારે વ્હેલી સવારે પ્રાઇવેટ વાહનથી રાજસ્થળીના શેત્રુંજીના નદી કાંઠે ખાન ખનીજના સિક્યોરિટી મુકેશ ભાઈ જોશી પર હુમલો થયો હતો.
આ ઉપરાંત ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર ભાવેશ સાધુએ જણાવ્યું કે મુકેશ ભાઈ જોશી પર ગામના ત્રણ લોકો આવીને અપશબ્દો બોલી ફરજ રૂકાવટ કરીને ઢીકા પાટુંનો માર મારવામાં આવ્યો હતો ત્રણેય લોકોએ હાથે પથ્થર ઘસીને 108 બોલાવીને અમે દાખલ થઈ જઈ છે તેવી ખાણ ખનીજ વિભાગને ધમકી આપી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
આ સાથે જ ઈજાગ્રસ્ત મહંમદસાદિક બુખારી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે ખેતરે તલીનું કામ ચાલુ હોય તે દરમિયાન ખાણ ખનીજ વિભાગ દ્વારા પૂછવામાં આવેલ હોય કે આ વાહન કોનું છે તે બાબતે સામ સામે બોલાચાલી થઈ હતી અને સામ સામે જપાં જપી થઈ હતી. ત્યારે સામે પક્ષે પણ અધિકારીઓ ઉપર આક્ષેપો કરતા કહ્યું હતું કે તેઓ ત્યાં ખેતી કામે ગયા હતા અને ખાણ ખનિજ ની ગાડી ત્યાં આવી અને અધિકારીઓ દ્વારા ગાળો આપવામાં આવી અને હાથા પાઈ થઈ બાદમાં કોઈએ પત્થર માથામાં મારી દેતાં તેઓને પણ 108 મારફતે અમરેલી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે સમગ્ર મામલે અમરેલી તાલુકા પોલીસ તપાસ કરી રહી છે.
પ્રદિપ ઠાકર