પીપાવાવ પોર્ટે સરકાર પાસેથી ભાડા પટ્ટે  મેળવેલી જમીનમાં ભારત સેલ ગેસ કંપની એજીસગેસ કંપનીએ  હસ્તાંતરણ કરી સરકારી તિજોરીને ચુનો ચોપડયો

ગૌરક્ષા હિત રક્ષક મંચ અને ગૌ પર્યાવરણ બચાવ ટ્રસ્ટ દ્વારા મહેસુલ મંત્રી અને   એસીબીમાં કરી ફરિયાદ

અબતક, ચેતન વ્યાસ, રાજુલા

રાજુલા તાલુકાના  પીપાવાવ  પોર્ટ  સ્થિત ભારત સેલ ગેસ કંપનીએ એજીસ ગેસ કંપનીને  પ્લાન્ટ  આપી દીધેલો  આથી ભાડા પટ્ટા નિયમોનો ઉલાળીયો ના આક્ષેપ કરી સરકારી તિજોરીને લાખો રૂપીયાનું નુકશાન  કર્યા અંગેની ગૌ રક્ષા હિત રક્ષક મંચ અને ગૌ પર્યાવરણ  બચાવ ટ્રસ્ટ   નાયબ કલેકટર  સ્ટેમ્પ ડયુટીએ  કરેલી કાર્યવાહી અંગે આર.ટી.આઈ. દ્વારા  માંગવામાં આવેલી માહિતી આપવામાં  ન આવતા મહેસુલ મંત્રી અને એ.સી.બી.ને ફરિયાદ  કરવામાં આવી છે.આ અંગે નો એક બનાવ રાજુલાના પીપાવાવ પોર્ટ સ્થિત એજીસ ગેસ કંપની દ્વારા ભારત સેલ ગેસ કંપની પાસેથી હસ્તાંતરણ કરેલ આ હસ્તાંતરણ મા પણ નિયમોની ઐસીતૈસી કરેલ  હોવાનો આક્ષેપો પણ   થયેલ છે….

જેમાં ભારત સેલ ગેસ કંપની દ્વારા પીપાવાવ પોર્ટ દ્વારા સરકાર પાસેથી  ભાડાપટે  મેળવેલ જમીન માં પ્લાન્ટ નાખેલ  ત્યાર બાદ ભારત સેલ ગેસ કંપની એ એજીસ ગેસ કંપની ને આ પ્લાન્ટ આપી દીધેલ એટલે કે ભાડા પટ્ટા ની જમીન બીજાને ભાડે આપી અને બીજાએ  ત્રીજને આમ સરકારી નિયમોનો ઉલાળિયો થયો હોવાનો આક્ષેપ થયેલ છે….ત્યારે આ એજીસગેસ કંપની દ્વારા જે સમયે ભારત સેલ ગેસ કંપની પાસેથી હસ્તાંતરણ કરેલ તે સમયે વાપરવાની થતી  સ્ટેમ્પ ડયુટી વાપરેલ નહિ હોવાની ફરિયાદ ગૌરક્ષા હિત રક્ષક મંચ અને ગૌચર પર્યાવરણ બચાવો ટ્રસ્ટ રાજુલા ના પ્રમુખ દ્વારા નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન  અમરેલી ને કરેલ હતી..

આ ફરિયાદમાં એજીસ ગેસ કંપની એ સ્ટેમ્પ ડ્યુટી નહિ ભરીને સરકારની તિજોરીને નુકસાન કરેલું હોવાના આક્ષેપ પણ કરવામાં આવેલ હતો બાદ તેમાં ડ્યુટી  નાયબ કલેકટર અમરેલી દ્વારા કંપનીના ચેરમેનને નોટિસ આપી પરંતુનોટિસ આપ્યા બાદ આ અંગેની આરટીઆઇમાં માહિતી માંગતા શરૂઆતે સુરા ડેપ્યુટી કલેકટર સ્ટેમ્પ ડ્યુટી અરજીના સંદર્ભે શું કાર્યવાહી થઈ તે અંગેની માહિતી જ આપી નહીં

જેથી નારાજ થયેલ ફરિયાદ કરતા ગૌરક્ષા હિત રક્ષક મંચ અને ગૌચર પર્યાવરણ બચાવો ટ્રસ્ટ રાજુલા ના પ્રમુખ  દ્વારા આ અંગેની ફરિયાદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને  એન્ટ્રી કરપ્શન બ્યુરોના ડાયરેક્ટરને કરેલ છે.ગૌરક્ષક ગૌરક્ષા હિત રક્ષક મંચ અને ગૌચર પર્યાવરણ બચાવ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા એવી ફરિયાદ કરેલ છે કે નાયબ સ્ટેમ્પ ડયુટી કલેકટર દ્વારા એજીસ ગેસ કંપની સાથે મિલાપ પણું કરી સરકારને સ્ટેમ્પ ડ્યુટી ની લાખોની નુકશાની કરેલ છે જેથી સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન અમરેલીના નાયબ કલેક્ટર સામે તથા એજીસ ગેસ સામે તપાસ કરી કાયદાકીય કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરેલ છે આ અંગે સરકારની તિજોરીને થયેલા લાખોનું નુકસાન વસૂલવા પણ માંગ કરી છે

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.