હિન્દુ યુવતીને વિધર્મીનો વિશ્ર્વાસ કરવાનું ભારે પડયું: અનેક યુવતીઓ સાથે સંબંધો ધરાવતા રાંઢીયાના શખ્સ સામે નોંધાતો ગુનો
અમરેલીના ગ્રામ્ય વિસ્તારની હિન્દુ યુવતીને રાંઢીયાના વિધર્મી શખ્સે પ્રેમઝાળમાં ફસાવી લગ્ન કર્યા બાદ અન્ય યુવતીઓ સાથે લફરાની યુવતીને જાણ થતા છૂટાછેડા લીધા બાદ ફરી ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્ક કરી રાંઢીયા મહુવા અને કોડીનાર લઈ જઈ ધાક ધમકી દઈ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની સભ્ય સમાજ માટે શરમજનક અને ચોકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે રાંઢીયાના વિધર્મી શખ્સ સામે બળાત્કારનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમરેલી નજીક આવેલા રાંઢીયા ગામના અમીનકી શબ્બીર હુસેન નકવીએ હિન્દુ યુવતીને પ્રેમઝાળમાં ફસાવી પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ અલીનકીને અન્ય યુવતીઓ સાથે સંબંધ હોવાની જાણ થતા ગત તા. 4-9-21ના રોજ છૂટાછેડા લીધા હતા. આમ છતા અલીનકી નકવીએ ઈન્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં રહ્યો હતો.
હિન્દુ યુવતીએ ફરી અલીનકી નકવીને મળતા તેણીને રાંઢીયા, મહુવા અને કોડીનાર લઈ જઈ ધાક ધમકી દઈ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની અને યુવતીને તેના પિયર જવા ન દઈ ખૂનની ધમકી દીધા અંગેની અમરેલી રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ. એચ.એ. આસનાણી સહિતના સ્ટાફે અલીનકી નકવી સામે ગુનોંધી તપાસ હાથ ધરી છે.