વેકિસનેશન કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોને માર મારવાના બનાવમાં ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીની ધારદાર રજૂઆત બાદ સરકાર દ્વારા તાત્કાલીક બદલી
અમરેલીમાં ગલકાલે ભાજપના કાર્યકરો અને એનજીઓ દ્વારા રાખવામાં આવેલ વેકસિનેશન કાર્યક્રમમાં એસીપી અભય સોની દ્વારા કોઇપણ જાતની ઉશ્કેરણી વગર માર મારવાના બનાવમાં ભાજપના નેતા અને પૂર્વ કેબીનેટ મંત્રી દીલીપભાઇ સંઘાણી દ્વારા તાત્કાલીક એસપી નિર્લીપ્તરાયને આ મામલે રજુઆત કર્યા બાદ મુખ્યમંત્રીને તેમજ પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલને રજુઆત કરતા એસીપી અભય સોનીની તાત્કાલીક અસરથી બદલી બટાલીયન કવાર્ટર માસ્ટર, ઉઘોગોની સુરક્ષા રાજય અનામત પોલીસ દળ, ગાંધીનગરમાં કરી દેવામાં આવેલ છે.
આ અંગે દિલીપભાઇ સંઘાણી દ્વારા પત્રકાર પરિષદ બોલાવાઇ હતી. જેમાં સંઘાણીએ એસીપી દ્વારા કાર્યકરો અને એનજીઓ ના કાર્યક્રરોને માર મારવાના બનાવને વખોડી કાઢેલ અને જણાવેલ કે દુશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જયારે વેકસીનેશન પ્રક્રિયા ઝડપી બનાવવા એનજીઓ ને સાથે રાખીને કાર્યકમો કરવા જણાવેલ હોય અને આ અંગેની મઁજુરી લઇને કાર્યક્રમ કરવામાં આવતો હોય ત્યારે અભય સોની દ્વારા કોઇપણ પુછપરછ કર્યા વગર અડેધડ માર મારતા તેને વખોડેલ અને આ અંગે તાત્કાલીક પગલા ભરવા સરકારમાં જણાવેલ આમ એસીપી ને ભાજપના કાર્યકરોને માર મારવો ભારે પડેલ છે.