Abtak Media Google News
  • અમરેલીના સુરગપરા ગામની વાડી વિસ્તારમાં 1.5 વર્ષની બાળકી બોરવેલમાં પડી
  • ૫૦ ફૂટની ઊંડાઈ એ બાળકી ફસાતા  તાલુકા મામલતદાર  તેમજ ફાયર  ટીમ  ઘટના સ્થળે પહોંચ્યા
  • ફાયર ટીમ દ્વારા રિક્યું હાથ ધરાયું 

અમરેલી ન્યૂઝ : સુરગપરા ગામમાં શ્રમિકની દોઢ વર્ષની બાળકી રમતાં રમતાં ઉંડા બોરવેલમાં ખાબકી હોવાની ઘટના બની છે. બોરવેલમાં પડેલી બાળકીને બચાવવા માટે તંત્ર દોડતુ થઈ ગયું છે. ફાયર બ્રિગેડ અને 108ની ટીમોએ ઘટના સ્થળે પહોંચીને બાળકીને બચાવવા મેગા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. બાળકીને બચાવવા માટે હાલમાં ઓક્સિજન સપ્લાય કરવામાં આવ્યો છે.

 બોરમાં બાળકી 45 થી 50 ફુટ ઊંડે ફસાઇ હોવાનું અનુમાન

પ્રાપ્ત માહિતી મુજબ અમરેલીના સુરગપરા ગામમાં ભનુભાઈ ભીખાભાઈ કાકડિયાની વાડીમાં કામ કરતા પરપ્રાંતિય પરિવારની દોઢ વર્ષની બાળકી રમતાં રમતાં ખુલ્લા બોરમાં પડી ગઇ છે. જેની જાણ થતાં અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. બાળકી બોરવેલમાં 45 થી 50 ફુટ ઊંડે ફસાઇ હોવાનું અનુમાન છે. તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા બાળકીને બચાવવા માટે મેગા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે.

પ્રદીપ ઠાકર 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.