મુખ્યમંત્રીને કરાયેલી ફરિયાદો છતા તપાસ થતી નથી
અમરેલી ના તરાવડા ગામ માં ગટર પાણીની લાઇનમાં તો ગોટાળો થયા છે પણ ગામના ભાગોળે આવેલી મસ મોટી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદીઓમાની એક શેત્રુંજી નદી ઉપર બનાવવામાં આવેલા પુલ માં પણ મોટો ભ્રષ્ટાચાર સામે દેખાય છે જોવામાં નજરે ચડિજાય તેવા ભ્રષ્ટાચાર તંત્રને કેમ દેખાતા નથી તે જ એક મોટો સવાલ ઊભો કરે છે
તરવડાં ગામમાં નીકળતી નદી ઉપર આશરે ત્રણેક વર્ષ પહેલા પુલ બનાવવામાં આવ્યો છે માંડ ત્રણ વર્ષ જેવું થયું છે ત્યાજ પુલ પરના રોડમાં નીકળતી કપચીઓ ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની ચાડી ખાય છે પુલ ના પિલર પર પણ મોટી તિરાડો સાફ દેખાય છે આં પુલ લગભગ 7.5 કરોડમાં બનાવવામાં આવ્યો છે પુલના પિલારમાં ફરતે બ્રેકેટ કરવાના હોય છે તે પણ બનાવવામાં નથી આવ્યા અને એમજ કોઈપણ જાતની જવાબદારી વગરજ પુલ ને બનાવી તૈયાર કરી દેવાયો હોય એવું દેખાઈ આવે છે પુલના છેવાડે બનેલી સેફ્ટી દીવાલ તો જાણે માટીની બનાવેલી હોય તેમ હાથ લગાવતાં જ ખારવા લાગે છે તેમાંથી કપચી છૂટી પડી જાય છે..
જેમાં ભ્રષ્ટાચાર થાયછે ના આરોપ સાથે તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી ને એક લેખિતમાં રજૂઆત કરાતાં તપાસના આદેશ કરવામાં આવ્યા હતા પરંતુ તપાસ અધવચ્ચે જ અટકી પડી હોવાનું મનીષ ભંડેરી એ જણાવ્યું હતું આં મુખ્યમંત્રી બદલાતા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ તેઓએ રજૂઆત કરેલી હતી છતાં પણ કાઈ ઠોસ પરિણામ આવ્યું નથી અને તપાસ અટકેલી પડી હોય જેને આગળ વધારવા લોકો એ માંગ ઉઠાવી છે.