બીટકોઈનનાં મામલામાં ફરી એ.પી. જગદીશ પટેલ પર કાર્યવાહી થઇ છે અને સસ્પેન્ડ કરાયા

ગુજરાત રાજ્યનો બહુ ચર્ચિત કેસ અને પોલીસ પણ જેમાં સંડોવાય ગઈ અને અમરેલી ના એસ પી જગદીશ પટેલની ધરપકડ થઈ હતી સમગ્ર કેશની વિગત પ્રમાણે રૂ. 12 કરોડના બીટકોઈન કેસમાં ગુરુવારે ગૃહ વિભાગ દ્વારા આ કેસમાં ઝડપાયેલા આઈપીએસ ઓફિસર અને અમરેલીના એસપી, જગદીશ પટેલને સસ્પેન્ડ કરતો હુકમ જારી કરવામાં આવ્યો છે.

675160 pateljagdish 042418હાલમાં અમરેલીમાં એસપી તરીકે ફરજ બજાવતા જગદીશ પટેલની ગઈ તારીખ 23મી એપ્રિલે સીઆઈડી ક્રાઈમ દ્વારા ચકચારી અને ચર્ચિત બીટકોઇનના મામલામાં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસેથી રૂ.12 કરોડની કિંમતના બીટકોઈન પડાવી લેવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી. હવે તેમના રિમાન્ડ તા.૫ ના રોજ પુરા થાય છે. આ અંગે રાજ્ય પોલીસ વિભાગ દ્વારા ગૃહ વિભાગમાં જગદીશ પટેલને સસ્પેન્ડ કરવા માટેનો પત્ર તારીખ 26 એપ્રિલના રોજ કરવામાં આવ્યો હતો.

cats58સમગ્ર ઘટનાક્રમ બાદમાં ગઈ કાલે રાજ્ય ગૃહ વિભાગના ઉપસચિવ જી.પી.તાડા દ્વારા આઈપીએસ જગદીશ પટેલને સસ્પેન્ડ જાહેર કરતોપત્ર રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાને મોકલાવામાં આવ્યો હતો.અમરેલી એસપી તરીકે ફરજ બજાવતા જગદીશ પટેલને આઈપીએસ અધિકારી હોવાના નાતે અખિલ ભારતીય સેવા ( શિસ્ત અને અપીલ) નિયમો 1969 નાનિયમ 3 (2)ની જોગવાઈ મુજબ આપોઆપ (ડીમ્ડ) સસ્પેન્શન હેઠળમૂકવાના હોઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જગદીશ પટેલ પોલીસ કે જ્યુડિશિયલ કસ્ટડીમાંથી જામીન પર મુક્ત થાય તો પણ તેમને ફરજ પર ફરી હાજર નહીં કરવાનું પત્રમાં જણાવાયું છે. હવે જોવાનું રહ્યું કે આ કેશમાં આગળ જતા કેવા વણાંક આવે છે અને સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા રિમાન્ડ પુરા થયા બાદ એસ.પી. જગદીશ પટેલને જમીન મળે છે કે નહિ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.