અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાનું સમરસ ગ્રામપંચાયત ધરાવતું નાના કણકોટ ગામ પાણી માટે વલખા મારી રહ્યું છે..ગામમાં કડવું પાણી હોવાને કારણે પીવાલાયક પાણી નથી ..નર્મદાનું પાણી આવે છે..તે પણ બાજુમાંજ રહેલી નર્મદાની લાઈનમાં ભંગાણ હોવાને કારણે પુરા ફોર્સથી મળતું નથી..અહીંના લોકોને દૂર-દૂરથી પીવાના પાણીને લાવવા માટે જવું પડે છે..આથી ગામમાં પાણી માટે પોકાર સર્જાયો છે.. ગામના લોકોની શું છે પાણી માટેની વેદના…
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં આવેલું સમરસ ગામ નાના કણકોટ છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યાથી પીડાઈ રહ્યું છે..આ ગામમાં પીવાલાયક પાણી માટે કોઈ પણ સ્ત્રોત નથી અહીંના બોર અને કુવામાં માત્રને માત્ર કડવું પાણીજ નીકળે છે..ચોમાસાના 4 માસ દરમિયાનજ આ બોર અને કુવાઓમાં મીઠું પાણી ટકે છે જેથી અહીંના લોકોને પીવાના પાણી માટેની પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે..આ ગામની મહિલાઓ અને ખાસ કરીને મોટી ઉંમરના લોકોને ભાર ઉંચકીને પાણી ભરવા બહાર ખેતરોમાં ભરવા જવું પડે છે..જયારે ઘણી વખત ગ્રામ પંચાયત દ્વારા ગામના અલગ-અલગ વિસ્તારોમાં પાણી માટે ટ્રેકટરોનો સહારો લઇ પીવાના પાણીના લેવામાં આવે રહ્યો છે..તો પણ અહીંના લોકોને જરૂરિયાત પ્રમાણેનું પૂરતું પાણી મળી રહેતું નથી અને ગામમા મારેલા સૂત્રો સાર્થક થતા હોય તેવું લાગી રહ્યું છે..
આ ગામમાં નર્મદા યોજનાનું પાણી આઠ દિવસે 1 વખત આપવામાં આવે છે..આ પાણી પાડરશીંગા નજીકના સંપ માંથી છોડવામાં આવે છે..આ ગામ નજીકના 2 કીમીમાં પાણીની પાઇપ લાઈનમાં ભંગાણને કારણે મોટાભાગનું પાણી ખેતરોમાં વહી જાય છે અને નર્મદાના પાણીનો વાલ્વમાંથી પણ પાણીના લીકેજને કારણે પાણીનો બગાડ થાય છે..જેથી ગામમાં 8 દિવસે આવતું પાણી પણ પુરા ફોર્સથી મળી રહેતું નથી ગામ લોકોના જણાવ્યા પ્રમાણે આ પાણી રાત્રીના સમય દરમિયાન આવતું હોવાને કારણે કામેથી થાકીને આવેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે..ઉપરાંત અહીંના ખેડૂતો કે જેઓ પાલતુ પ્રાણીઓ રાખતા હોય છે તેઓના માલઢોરને પણ ઉનાળાના સમય ગાળા દરમિયાન પૂરતું પાણી મળી રહેતું નથી…
અહીંના સરપંચના જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ગામમાં પાણીની વિકટ પરિસ્થિતિ છે તેમજ પાડરશીંગ થી છોડવામાં આવતા પાણીમાં વચ્ચે લીકેજના કારણે પાણી ખેતરોમાં વહી જાય છે અને પાણી ખરાબ આવે છે..જેના કારણે લોકોના આરોગ્યને લગતી મુશ્કેલીઓ પણ સર્જાય તેમ છે..સરકારી તંત્રને અવાર-નવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનું ધ્યાન દોરવામાં આવતું નથી..
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com