Amreli : આજકાલ દીકરીઓની સુરક્ષા રાખવી ખૂબ જ જરૂરી છે. ત્યારે ફરી એકવાર અમરેલી જિલ્લાના ખાંભા પંથકના એક ગામમાં 4 વર્ષની બાળકી સાથે સગા કાકાએ દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે બાળકીની સગી કાકીએ તેના પતિને આ દુષ્કર્મ કરવામાં મદદ કરી હતી. ત્યારે પોલીસે આ કાકા-કાકી બંનેની ધરપકડ કરી POCSO એક્ટ અંતર્ગત કાર્યવાહી કરી છે.

કાકીએ બાળકીને પકડી રાખી અને કાકાએ આચર્યું દુષ્કર્મ

આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ખાંભા પંથકના એક ગામમાં 4 વર્ષની દીકરી સાથે સગા કાકાએ દુષ્કર્મ આચર્યું છે. આ દરમિયાન દીકરીને કાકાએ ચોકલેટ આપવાની લાલચ આપી એક ઓરડીમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું.  આ હવાસખોર બાળકી પર દુષ્કર્મ કરી રહ્યો હતો ત્યારે તેની પત્નીએ બાળકીને પકડી રાખી દુષ્કર્મ કરવામાં પતિની મદદ કરી હતી.

પોલીસે આરોપી કાકા-કાકીની કરી ધરપકડ

ઘટનામાં દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ ખાંભા પોલીસ સ્ટેશનમાં મોડી રાતે નોંધાયા બાદ પોલીસએ ઘટનાની ગંભીરતા દાખવી બને આરોપીને ગણતરીની કલાકોમા ધરપકડ કરવામાં આવી છે. જેમાં સગા કાકા અને સગી કાકી બંનેની ધરપકડ કરી પૂછ પરછ શરૂ કરવામાં આવી છે. વધુ કેટલાક પુરાવા એકત્ર કરવા પોલીસએ કવાયત હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.