- ચિતલના જશવંતગઢ ગામે 64 વર્ષીય મહિલાની હ-ત્યા
- અજાણ્યા ઈસમ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે મહિલા પર કર્યો હુમલો
- ઘરમાં શોકનો માહોલ
અમરેલી જીલ્લાના ચિતલના જશવંતગઢ ગામે 64 વર્ષીય મહિલા પોતાના ઘરે એકલા હોય ત્યારે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે મહિલા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. મહિલાને માથાનાં અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઊંડા ઘા માર્યા હતા જેને કારણે મહિલાનું મોત નીપજ્યું હતું. મહિલાના પતિ ઘરે આવ્યા ત્યારે મહિલા લોહી લોહાણ અવસ્થામાં મૃત પડી હતી. જેને લઈને ઘરમાં શોકમાં માહોલ છવાઈ ગયો હતો.
ચિતલના જશવંતગઢ ગામે 64 વર્ષીય મહિલા પોતાના ઘરે એકલા હોય ત્યારે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે મહિલા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી હતી મહિલાને માથાન અને ગળાના ભાગે તીક્ષણ હથિયારથી ઊંડા ઘા માર્યા હતા, હાલ પરિવાર પર આભ ફાટી પડ્યું છે પરિવારમાં શોકનો માહોલ છવાયો જુઓ આ અહેવાલ
અમરેલી તાલુકાનું નાનું એવું ગામ એટલે જશવંતગઢ આ ગામમાં ગઈ કાલે 64 વર્ષે મહિલા ઘરે એકલા હતા ત્યારે બપોરના સમયે અજાણ્યા ઇસમ તિક્ષણનો હથિયાર સાથે ઘરમાં ઘૂસીને મહિલાને માથાના ભાગે અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને મહિલાને મોતને ઘાટ ઉતારી મહિલાના પતિ સવારે નાસ્તો કરીને વાડીએ જતા રહ્યા હતા મહિલાના પતિને ઘરેથી ફોન આવ્યો ભનુભાઈ તેરૈયા એ બે વખત હાલો હાલો કર્યું તું કઈ જવાબ ના મળ્યો બપોરના સમયે ભનુભાઈ તેરૈયા ઘરે આવ્યા ત્યારે પાણીયારે પાણી પીવા ગયા તો પોતાના પત્ની જમીન પર લોહી લુહાણ હાલતમાં પડ્યા હોય આ સ્થિતિ ધોતા તે પણ સ્તબ્ધ થઈ ગયા હતા અજાણ્યા ઇસમ દ્વારા મહિલા પર હુમલો થયો ત્યારે આજુબાજુમાં કોઈ ના હોતુ ભાનુભાઈ તેરૈયા ઘરે આવ્યા પોતાના પત્નીની ડેડ બોડી પાણીયારા નીચે લોહી લુહાણ હાલતમાં જોતા તે પણ સ્તબ્ધ થઈ ગયા હતા અને અચાનક ઘરની બહાર દોડી આવ્યા અને લોકો આજુબાજુ માંથી ભેગા થઈ ગયા હતા પ્રભાબેન ભનુભાઈ તેરૈયા ને ત્રણ દીકરીઓ અને એક દીકરો છે હાલ દીકરો નાયબ મામલતદાર માં ફરજ બજાવે છે હાલ પરિવાર પર આભ ફાટ્યું છે, પરિવાર અને ગામમાં અશોકનો માહોલ છવાયો છે
ગઈકાલે બપોરના સમયે જશવંત ગામે પ્રભાબેન મનુભાઈ તેરૈયા નામના 64 વર્ષીય મહિલા પર અજાણ્યા ઇસમ દ્વારા તીક્ષણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારેલ હોય તેને લઈને અમરેલી તાલુકા પોલીસમાં BNS કલમ 103 (1), 332 (એ) મુજબ મર્ડર નો ગુનો દાખલ કરવામાં આવ્યો મરણજનારનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને હાલમાં અમરેલી પોલીસ દ્વારા ક્યા કારણોસર, કોના દ્વારા મૃત્યુ નીપજાવવામાં આવેલ છે તેને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
અહેવાલ : પ્રદીપ ઠાકર