- રૂ. 98000 ની લૂંટ આચરી
- લૂંટ કરીને 4 આરોપીઓ ફરાર
- હાથી સિમેન્ટની એજન્સીમાં ₹98,000 ની લૂંટ
અમરેલી ન્યૂઝ : દિવસે દિવસે લૂંટના બનાવોમાં વધારો થતો જાય છે ત્યારે અમરેલીમાં લૂંટનો બનાવ સામે આવ્યો છે. ત્યારે જૂના માર્કેટિંગ યાર્ડ પાસે ધોળા દિવસે લૂંટનો બનાવ બન્યો હતો. માર્કેટિંગ યાર્ડ પાસે આવેલી અંજની સીટ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ નામની હાથી સિમેન્ટની એજન્સીમાં રૂપિયા 98000 ની લૂંટ કરીને 4 આરોપીઓ ઓટો રીક્ષામાં બેસીને ફરાર થઈ ગયા હતા.
અમરેલીમાં ધોળા દિવસે લૂંટનો બનાવ બનતા ભારે ચકચાર મચી ગયો હતો. સમગ્ર ઘટના અંગે ભોગ બનનાર વલ્લભભાઈ અને માલિક જગતભાઈ ચંદારાણાએ પોલીસ સ્ટેશને પહોચી ફરિયાદ નોંધાવી હતી. તેમજ એજન્સીમા મેનેજર તરીકે કામ કરતા વ્યક્તિએ ઘટના અંગે સમગ્ર વિગત આપી હતી. ત્યારે પોલીસે ફરિયાદના આધારે ફરાર થયેલા 4 આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
પ્રદીપ ઠાકર