વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પડ્યું છે. સાવરકુંડલા તાલુકાના બે જિલ્લા પંચાયતના સભ્ય સહિત 150 કોંગ્રેસના કાર્યકરોએ એકસાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. સહકારી નેતા દિપક માલાણીને કોંગ્રેસ સસ્પેન્ડ કરતા કાર્યકરોએ નારાજગી દર્શાવતા રાજીનામા આપી દીધા છે.

અમરેલી જિલ્લા પંચાયતની વિજપડી અને આંબરડી બેઠકના સદસ્ય માલાભાઇ અને રમીલાબેન માલાણીએ પણ રાજીનામું આપી દીધું છે. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ જુધાતના વિસ્તારમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે. 2019ની ચૂંટણી ટાણે જ કોંગ્રેસના કાર્યકરોએ રાજીનામા આપતા રાજકારણ ગરમાયું છે. આ માટે જૂના કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બેઠક મળી હતી તેમાં આ નિર્ણય લેવાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.