ઓનલાઇન પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા ડીઆરએમ પરમેશ્વર ફુંકવાલ
રાજકોટ રેલ્વે ડિવિઝન આમ્રપાલી ફાટકનુ કામ આગામી મે ૨૦૨૧ સુધીમાં તેમજ રેલ્વેના અન્ય પ્રોજેકટસ પણ ઝડપથી પૂર્ણ થનાર હોવાનુ આજરોજ ડીઆરએમ પરમેશ્વર ફુંકવાલે રાજકોટ રેલ્વે આયોજિત ઓનલાઇન પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ.
તેઓએ વધુમાં રાજકોટ ડિવિઝનમાં ચાલી રહેલુ વિધુતીકરણનું કામ પણ માર્ચ-૨૦૨૧માં તેમજ રાજકોટ સુરેન્દ્રનગર ડબલ ટ્રેકનુ કામ ડિસેમ્બર-૨૦૨૦માં પૂર્ણ થનાર હોવાનું મિડિયા સમક્ષ જણાવ્યુ હતુ. આ ઉપરાંત રાજકોટ-સુરેન્દ્રનગર ડબલ ટેકિંગના કામમાં ૧૦ જેટલા બ્રિજનુ પણ સંપન્ન થયું છે.
લોકડાઉન દરમ્યાન રાજકોટ રેલ્વેની કામગીરી અંગે જણાવ્યુ હતુ કે કોરોના મહામારીના સમયમાં પેસેન્જર ટ્રેન બંધ હતી. ત્યારે ઘણા કોચને આઇસોલેશન વોર્ડમાં ફેરવવામાં આવ્યા હતા. જરૂરિયાત મુજબ આ કોચ ઉપયોગમાં લેવામાં આવનાર હોવાનુ કહ્યુ હતું.
લોકડાઉન થતાં શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા રાજકોટ ડિવિઝને અગત્યની ભુમિકા ભજવી છે. સોશ્યલ ડિસ્ટન્સ રહે તે રીતે અનેક શ્રમિક સ્પેશ્યલ ટે્રન દોડાવવામાં આવી હતી. શ્રમિક સ્પેશ્યલ ટ્રેનનું સફળતાપુર્વક આયોજન કરવા બદલ મુખ્યમંત્રીએ રાજકોટ રેલ્વે ડિવિઝનની કામગીરીને બિરદાવી હતી.
આ ઉપરાંત મહામારીના સમયમાં રેલ કર્મીઓને મદદરૂપ બનવાના હેતસુર તેઓને જરૂરી સુરક્ષા કિટ, રાશનકિટ અને માસ્કનુ વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકોટ ડિવિઝનમાં ૨૦ કોચને આઇસોલેશન વોર્ડમાં ફેરવાયા હતા. જેમાં ઓખા મંડળમા ૯, હાપામાં ૫ અને રાજકોટ મંડળમાં ૬ કોચને આઇસોલેશન વોર્ડમાં ફેરવાયા હતા.