ફુડ ગ્રેઇડ ફેબ્રીક સહિત અનેક પ્રકારના ફેબ્રીક ઉપલબ્ધ
ડિઝાઇન શોખીન લોકો માટે વન સ્ટોપ સોલ્યુશન બન્યું આમ્રા ફેબ્રીક
ફરી રેડીમેઇડની જગ્યાએ સમય આવ્યો છે ટેઇલર મેઇડનો
આમ્રામાં ઉપલબ્ધ વિવિધ ફેબ્રીક, બનારસી ફેબ્રીક, જોર્જીયેટ ફેબ્રીક, લખનવી ફેબ્રીક, અજરખ પ્રીન્ટ, હેન્ડલુમ ફેબ્રીક, એમ્બોડરી ફેબ્રીક, મોડાલ સીલ્ક, રો-સીલ્ડ, કશ્મીના ફેબ્રીક, જકાલ્ડ ફેબ્રીક, જામેવાડ ફેબ્રીક, ટીસુ ફેબ્રીક, લીનન ફેબ્રીક, ચંદેરી ફેબ્રીક, ક્રેપ ફેબીક, કોટા ફેબીક.
એક સમય હતો જયારે લોકો કપડા હેન્ડસ્ટીચ કરાવીને પહેરતા સમય બદલતા રેડીમેઇડ કપડાનો સમય આવ્યો. અને હાલમાં ફરી લોકો હેન્ડસ્ટ્રીચ તરફ વળ્યા છે. ત્યારે શોખીનોને અવનવી ડિઝાઇન અને મીટીરીયલમાં આમ્રા દ્વારા ફેબ્રીક આપવામાં આવી
રહ્યું છે. ત્યારે અબતક મીડીયા દ્વારા ‘આમ્રા’ શોરૂમની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી.
દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે લોકોની ખાસી એવી ભીડ બજારમાં જોવા મળી રહી છે. હાલમાં ફેશનનો ટ્રેન્ડ વઘ્યો છે નવી ડિઝાઇન તરફ લોકો ઝડપથી આકષાઇ રહ્યા છે. ખાસ તો કપડા ઘરવખરી સહિતની અનેક વસ્તુઓ લોકો ખરીદે છે. આ પર્વ સમયે રાજકોટમાં આવેલ ‘આમ્રા’ શોરૂમ ખાતે વિવિધ ડિઝાઇન અને વિવિધ મટીરીયલ લોકોને અવનવુ કલેકશન આપી રહ્યા છે.
ખાસ તો લોકલથી લઇ સેલીબ્રીટી સુધીના તમામ આમ્રા ફેબ્રીકનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત આમ્રાની વિશેષતા એ છે કે એક વખત ડિઝાઇન બન્યા બાદ તે ડિઝાઇન રીપીટ થતી નથી આમ્રા દર વખતે કંઇક નવું આપવાની ધેલછા ધરાવે છે.
આમ્રા ફેબ્રીકના માલીક અમીતભાઇએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમની પાસે ફેબ્રીક માટેનું અવનવું કલેકશન રાખેલ છે. દરેક વ્યકિતને પોતાની પસંદ તથા બજેટમાં ફેબ્રીક મળી રહે તે માટે શોખથી તેઓ આ કામ કરી રહ્યા છે. તેમના પત્ની રાનક પોતાના શોખથી અલગ અલગ ડિઝાઇન તૈયાર કરી વિવિધ પ્રાંતમાં તેને તૈયાર કરવા મોકલે છે.
ખાસ તો જેટલા પણ મટીરીયલ અહિયા જોવા મળે છે. તે તમામનો મલ્ટીયલ ઉપયોગ કરી શકાય છે. એક તાકામાંથી સાડી ચોલી, વનપીસ, કુર્તી કંઇ પણ બનાવી શકાય છે. ઉપરાંત સ્ત્રી-પુરૂષ બન્ને માટે કપલ ડ્રેગ બનાવવા માટેના વન સ્ટોપ સોલ્યુશન આમ્રા ફેબ્રીક બની રહ્યું છે.