મહાશિવરાત્રી નિમિતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી મહોત્સવ ૨૦૧૯ અંતર્ગત શિવ નૃત્યાંજલી કલાકારોને આમંત્રિત કરવામાં આવેલ. રાજકોટમાંથી આ સૌભાગ્ય પ્રાપ્ત કરનાર સંસ્થા શ્રીરંજની આર્ટસની નૃત્યસભર શિવશકિત નૃત્ય આરાધનાની ફયુઝન પ્રસ્તુતિએ પર પ્રાંતના ભાવિકજનોના પણ મન મોહી તેમની વાહવાહી મેળવવાની સાથે ઉપસ્થિત તમામ દર્શકોનો તાલીઓનો વરસાદ જીલ્યો હતો.
આ કૃતિમાં શિવના અનેક સ્વ‚પ જેવા કે શાંત, સૌમ્ય, રૌદ્રને સમય આવ્યે શિવ પોતે જ આવા સ્વ‚પ ધારણ કરીને એટલે કે સમયને માન આપીને કર્મ એજ યોગ છે એમ પુરવાર કરી જગતને એમની મુદ્રાઓ દ્વારા શિખ પણ આપે છે. શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય અને ફિલ્મ સંગીતનો સુંદર સમન્વય એટલે શિવશકિત નૃત્ય આરાધનામાં જયદિપ લુદાત્રા, જયકિશન લુદાત્રા, અવેશ ખેતાણી, ભાવિન સોની, પરિ પટડિયા, ફોરમ ભિંડોરા વગેરેએ રંગભુષાથી સજાવ્યો તો ભારતીબેન દવેએ કૃતિને અનુ‚પ વેશભૂષાને ન્યાય આપ્યો, વિધી ભટ્ટ અને કલ્પેશ મહેતા બેક સ્ટેજમાં સહાયક બન્યાને તમામ કૃતિનું નૃત્ય નિર્દેશન નિપા દવે દ્વારા કરવામાં આવ્યું હતું.