• સૌરાષ્ટ્રના 43 તાલુકમાં ઝાપટાથી લઇ અડધો ઈંચ વરસાદ: સૌથી વધુ જૂનાગઢમાં માંગરોળમાં 16 મીમી વરસાદ નોંધાયો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના 12 તાલુકામાં વધુ વરસાદ વરસ્યો છે. હવામાનના આંકડા મુજબ નવસારીના ખેરગામમાં સૌથી વધુ 9.2 ઇંચ વરસાદ નોંધાયો છે.રાજ્યમાં ચોમાસાની સિઝનનો 67 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાત પર હાલ બે સિસ્ટમ સક્રિય છે. હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જ્યારે પાટણ, મહેસાણા, સુરત, ડાંગ, તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત,નવસારી, તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે 12 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. નવસારીના ખેરગામમાં સૌથી વધુ 9.2 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે ધરમપુરમાં 7.4 ઇંચ, વલસાડમાં 7.2 ઇંચ, ડાંગના આહવામાં 6.5 ઇંચ, કપરાડામાં 6.4 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાની ત્રણ નદીમાં આવેલા ઘોડાપૂરના કારણે જનજીવન પ્રભાવિત થયુ હતુ. લોકોનુ સ્થળાંતર પણ કરાવાયું હતું. ડાંગમાં સરેરાશ 6.6 ઈંચ વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી. જેના કારણે 19 માર્ગો બંધ થયા હતા. સાપુતારામાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ થયો હતો.

ત્રણ સિસ્ટમ સક્રિય: દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની વકી

હાલ 3 વરસાદી સિસ્ટમ એક્ટિવ હોવાથી ગુજરાતના અનેક જિલ્લામાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઇને હવામાન વિભાગે 3 જિલ્લામાં ઓરેન્જ તો પાંચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે, બે જિલ્લામાં ઓરેન્જ, તો પાંચ જિલ્લામાં વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડના વરસાદનું ઓરેજ એલર્ટ અપાયુ છે. અહીં છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતના આ 2 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, અને ડાંગમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.