આતંકી સંગઠન હિઝબુલ મુઝાહુદ્દીનના બે આતંકીઓ ઠાર: ૧૨ કલાકમાં બીજો આતંકી હુમલો

જમ્મુ-કાશ્મીરના મંત્રી ફારૂક અન્દ્રબી જે રૂલીગ પીપલ ડેમોક્રેટીક પાર્ટીના લીડર છે તેમના ઘર પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં એક પોલીસ કર્મી ઘાયલ યો હતો. શ્રીનગરી ૮ કિ.મી. આગળ આવેલા દોરૂ ગામમાં આવેલ મંત્રીના નિવાસ સનમાં આતંકીઓ બળજબરીથી ઘુસવાનો પ્રયાસ કર્યો હતો.

કહેવામાં આવે છે કે, ફારૂક અન્દ્રબી જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફતીના નજીકના સંબંધી છે. જયારે હુમલો યો તે સમયે તેઓ પોતાના નિવાસ સનમાં હાજર નહોતા એટલે કહી શકાય કે એક મોટી દુર્ઘટના તા અટકી ગઈ. હુમલામાં ઘાયલ નાર પોલીસ અધિકારીને શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.

દક્ષિણ કાશ્મીરમાં છેલ્લી ૧૨ કલાકમાં આ બીજો આતંકી હુમલો છે. જેમાં હિઝબુલ મુઝાહુદ્દિનના બે આતંકીઓ ઠાર કરાયા છે. બનાવના પગલે જમ્મુ-કાશ્મીરને હાઈ એલર્ટ પર રાખી દેવામાં આવ્યું છે કારણ કે એપ્રિલ-૯ થી એપ્રિલ ૧૨ દરમિયાન કાશ્મીરના દક્ષિણ ભાગમાં ચૂંટણી આવી રહી છે તેને જોતા જમ્મુ-કાશ્મીરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આતંકી સંગઠનો દ્વારા ભારત દેશને હાલ સોફટ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે. આતંકી ગતિવિધિઓને અનુલક્ષી દેશની તમામ ઈન્ટેલીજન્સ એજન્સીઓ એલર્ટ થઈ ચુકી છે કારણ કે, હાલ દેશમાં ચૂંટણીઓનો દૌર ચાલી રહ્યો છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેની તકેદારીના ભાગરૂપે પોલીસ તંત્ર રાખી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.