ઓનલાઈન બિઝનેસનો દબદબો: હવે ફિલ્મ ક્ષેત્રે નવો બિઝનેસ
અમેઝોને સલમાન સાથે ભાગીદારી કરીને ફિલ્મના રાઈટસ ખરીદ્યા છે. ઓનલાઈન બિઝનેસનો દબદબો કહી શકાય. ઓનલાઈન ફિલ્મ દર્શાવવાનો એક નવો બિઝનેસ ચાલુ થયો છે. બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાને અમેઝોન પ્રાઈમ વિડીયો સાથે ભાગીદારી કરવા કરાર કર્યા છે. જેમાં બજરંગી ભાઈજાન, કિક, જય હો, મેં હું હીરો તેરા જેવી ફિલ્મો સામેલ છે. સલમાન ખાન વેન્ચર્સ નામની નવી ભાગીદારી પેઢીની સ્થાપના કરવામાં આવી છે.
અમેઝોન પ્રાઈમ વીડિઓ ૨૦૦ દેશોમાં પહોંચી રહ્યું છે. કેમ કે, ભારત સિવાયના દેશો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુ.કે, ન્યુઝીલેન્ડ, યુ.એ.ઈ. અને સાઉથ આફ્રિકામાં પણ બોલીવુડ મુવીની ડીમાન્ડ છે. બોલીવુડની ખાન ત્રિપુટી સલમાન, શાહરુખ અને આમીરની ફિલ્મોનું જબરું માર્કેટ છે. તેમાં હવે રણબીર કપૂર અને રણવીર સિંઘનો પણ ઉમેરો થયો છે.માનવામાં ન આવે પરંતુ ઈસ્ટ અને સેન્ટ્રલ આફ્રિકામાં સુનિલ શેટ્ટીની ફિલ્મો પોપ્યુલર છે. ત્યાંના લોકો સુનિલ શેટ્ટીને પોતાનો હીરો માને છે. સુનિલ શેટ્ટીની મસાલા ફિલ્મોના કાળા લોકો જબરી ફેન છે.
એમેઝોન વીડિઓ ઈન્ડિયાના ડાયરેકટર અને ક્ધટ્રી હેડ નિતેશ ક્રિપલાનીએ જણાવ્યું હતું કે, સલમાન ખાનની ફિલ્મો માત્ર ભારતમાં જ નહીં પણ વર્લ્ડવાઈડ ઓડીયન્સને અપીલ કરે છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની ફિલ્મ ટયૂબલાઈટ જોઈએ તેવો વકરો કરવામાં સરિયામ નિષ્ફળ ગઈ હોવા છતા તેની ફેન ફોલોઈંગમાં કોઈ જ ફરક પડયો નથી. તેની આગામી ફિલ્મોમાં ટાઈગર ઝિંદા હૈ સામેલ છે. પ્રાઈમ વિડીયો એશિયાના હેડ જેમ્સ ફરનેલે કહ્યું કે, આ બોલીવુડ સ્ટાર સાથે કરેલી સૌથી મોટી અત્યાર સુધીની ડીલ છે.