રૂ. 205 લાખના ખર્ચે નવનિર્મિત અધતન ભવનાથ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ સમારોહ યોજાયો

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમીતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગરવા ગિરનારની તળેટીમાં સ્થિત ભવનાથમાં અધતન પોલીસ સ્ટેશનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યુ હતુ. આ તકે રાજયના મંત્રી દેવાભાઇ માલમે પોલીસની કામગીરીની સરાહના કરી જણાવ્યુ હતું કે, ભવનાથ પોલીસ સ્ટેશનના નિર્માણથી અહિ આવતા પ્રવાસીઓની સુરક્ષામાં વધારો થશે તેમ આશા વ્યક્ત કરી હતી.

ભવનાથ ખાતે  યોજાએલ સમારોહના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત પશુપાલન અને ગૌસંવર્ધન રાજયમંત્રી દેવાભાઇ માલમે સેવા, સુરક્ષા અને સલામતીના મંત્ર સાથે કાર્યરત પોલીસની કામગીરીની સરાહના કરી જણાવ્યુ હતું કે, ભવનાથ પોલીસ સ્ટેશનના નિર્માણથી અહિ આવતા પ્રવાસીઓની સુરક્ષામાં વધારો થશે.

સાંસદ રાજેશભાઇ ચુડાસમા, જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર, શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઇ શર્માએ આંતરીક સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસની મહત્વની ભૂમિકાની  સરાહના કરી હતી.

જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી એ સુરક્ષીત નાગરિક પ્રતિબધ્ધ પોલીસની ભૂમિકા સ્પષ્ટ કરી જણાવ્યુ હતું કે, ઝાંઝરડા રોડ પર લોકભાગીદારીથી નવુ એસઓજી પોલીસ સ્ટેશન બનશે. જૂનાગઢના વધતા વિસ્તારને ધ્યાને લઇ એક નવુ પોલીસ સ્ટેશન બનાવવાનુ આયોજન છે, તેમજ આંબેડકર નગર ખાતે પોલીસ ચોકીનુ નિર્માણ પણ આયોજનમાં છે.

જૂનાગઢના ભવનાથ ખાતે પોલીસ સ્ટેશનના લોકાર્પણ અવસરે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ   શાંતાબેન ખટારીયા, જૂનાગઢ રેન્જ ડિઆઇજી મનિન્દરસિહ પવાર, નાયબ વન સંરક્ષક સુનીલ બેરવાલ, શેરનાથ બાપુ, મહેન્દ્રગીરી બાપુ, મહાદેવગીરી બાપુ, ઇન્દ્રભારથી બાપુ પ્રદિપભાઇ ખીમાણી, ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા, જિલ્લા દુધ સંઘના ચેરમેન દિનેશભાઇ ખટારીયા, આધ્યશકિતબેન મજમૂદાર સહીત સાધુ સંતો અધિકારીઓ પદાધિકારીઓ સમાજશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ્વાગત પ્રવચન નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એચ.આર.રત્નુક, આભારવિધિ નાયબ પોલીસ અધિક્ષક ગઢવીએ અને કાર્યક્રમનુ સંચાલન હારૂનભાઇ વિહળે કર્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.