અવાજ અને ચેહરો ગમે તેવો હોય પણ મહેનત-લગનથી કામ કરવાથી સરળતા મળી શકે છે: સદીના મહાનાયકે મુશ્કેલીના સમયમાંથી ઘણુ શીખવીને ફરી બિગબી સમ્રાટ બન્યા: તેમની ફિલ્મ ‘ખુદા ગવાહ’ શૂટીંગ દરમ્યાન અફઘાન મુજાહીદોએ યુધ્ધ રોકી દીધું હતું
ફિલ્મ પ્રેમી આપણા દેશમાં તેનુ અસ્તિત્વ એક સુપરસ્ટાર કરતાં પણ વધુ: પ્રારંભે તેની ઉંચાઇ અને અવાજને કારણે રીજેક્ટ થયા બાદ તેની પ્રથમ ફિલ્મ સાત હિન્દુસ્તાની પણ ફ્લોપ હતી: ઝંજીરના એગ્રીયંગમેનથી તેમનો સિતારો ચમકી ગયો હતો: આજે પણ તે બાર કલાક સતત કામ કરી રહયા છે
બોલીવુડમાં સ્ટ્રગર આર્ટિસસ્ટની મદદ ‘મહેમૂદ’ બહુ જ કરતા, ત્યારે સંઘર્ષના દિવસોમાં અમિતાભ પણ તેના ઘરમાં રહેતા: એક સમયે તેના અવાજના વિરોધીઓ જ આજે તેના અવાજની પ્રશંસા કરી રહયા છે: ‘કુલી’ના શૂટિંગ દરમ્યાન ઇજામાંથી નવજીવન મલ્યા બાદ તેનો જન્મદિવસ વર્ષમાં બે વખત ઉજવે છે
આ સદીના મહાનાયક અમિતાભનું નામ ‘ઇકબાલ’ હતું, પણ શાળા પ્રવેશે અમિતાભ કર્યું હતું. તેમની મૂળ અટક પણ શ્રીવાસ્તવ હતી, જે પણ બચ્ચન થઇ ગઇ હતી. પ્રારંભે ઘણો જ સંઘર્ષ કર્યા બાદ મળેલી પ્રથમ ફિલ્મ પણ ફલોપ હતી. કામ મેળવવામાં ઉંચાઇ, અવાજ અને ચેહરો આડે આવતા બધેથી જ નિષ્ફળતા મળી હતી. પ્રારંભની બધી જ મુશ્કેલીઓ અને ટીક્કાઓ બોલતી બંધ અમિતાભે તેની મહેનત અને લગનથી કાર્ય કરીને સફળતા મેળવતા તે આજે સદીના મહાનાયક તરીકે જાણીતા બન્યા છે. આજે તે એક અભિનેતા, ફિલ્મ નિર્માતા, ટેલિવિઝન વ્યક્તિત્વ, પ્રસંગોપાત ગાયક કલાકાર અને ભૂતપૂર્વ રાજકારણી સાથે દાદ તરીકે ભૂમિકા પણ ભજવે છે. જે અવાજથી તે રિજેક્ટ થયા, તેજ અવાજની આજે દુનિયા દિવાની છે. તેમની પાંચ દાયકાની લાંબી ફિલ્મી યાત્રામાં આજે 82 વર્ષે પણ બાર-બાર કલાક કામ કરે છે, એના કારણે જ તે ‘સ્ટાર ઓફ ધ મિલેનિયમ’ કહેવાય છે. આજે બોલીવુડના મનોરંજન મંદિરના તે ભગવાન ગણાય છે.
અમિતાભે તેની ફિલ્મી યાત્રામાં 200થી વધુ ફિલ્મોમાં કાામ કરીને સમગ્ર ભારતીયોના દિલ જીતી લીધા છે. 1970 થી 80ના દાયકા દરમ્યાન ફિલ્મ ઉદ્યોગમાં તેનું વચસ્વ વન-મેન-ઇન્ડસ્ટ્રીઝ જેવું હતું. તેમને પદમશ્રી, પદમ ભૂષણ, લીજન્ડ ઓફ ઓનર, પદમ વિભૂષણ અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ જેવા ટોચના સન્માનો મળ્યા છે. લોકસભામાં સંસદ સભ્ય તરીકે 1984થી 1987 સુધી સેવા આપી હતી. તેમનો જન્મ અલ્હાબાદ (હાલ પ્રયાગરાજ)માં 1942માં થયો હતો. પિતા હિન્દી કવિ હરિવંશરાય બચ્ચન અને માતા સમાજીક કાર્યકર તેજી બચ્ચન હતા. નૈનિતાલ અને દિલ્હી યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યા બાદ 1969ની ‘ભુવન શો’ ફિલ્મમાં વોઇસ નેરેટર તરીકે કામ કર્યું હતું. તેમની પ્રથમ ફિલ્મ સાત હિન્દુસ્તાની હતી, જે સદંતર ફ્લોપ નીવડી હતી.
1971માં આવેલી ‘આનંદ’ ફિલ્મમાં તેના અભિનયની નોંધ લેવાય, અને સહાયક અભિનેતાનો પ્રથમ ફિલ્મફેર એવોર્ડ મળેલ હતો.બાદમાં પરવાના, રેશ્મા ઔર શેરા જેવી ઘણી ફિલ્મોમાં નાનકડી ભૂમિકા મળી પણ કિસ્મત સાથ આપતી હતી. આ ગાળા દરમિયાન ‘ગુડ્ડી’ ફિલ્મમાં મહેમાન કલાકારની ભૂમિકા મળી, સાથે જયા ભાદુરી સાથે કામ કરવાની તક પણ મળી, બાદ તેને સાથે જ લગ્ન કર્યાં. આ ફિલ્મ બાદ ‘બાવચી’: બોમ્બે ટુ ગોવા જેવી ફિલ્મો કરી. માલાસિંહા સાથેની એક માત્ર ફિલ્મ ‘સંજોગ’ (1972) પણ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. આ સંઘર્ષમય ગાળામાં તે અભિનેતા મહેમૂદના ઘરમાં રહેતા હતા, જ્યાં ઘણા સ્ટ્રગલ કરતાં કલાકારો રહેતા હતા.
આજે 82 નોટ આઉટ અમિતાભની કારિકર્દીનો ‘ઝંજીર’ ફિલ્મથી સાચો વણાંક આવ્યો અને એગ્રી યંગમેન છાપ પડી હતી. આ પહેલા ‘બંધેહાથ’માં ડબલ રોલની ભુમિકા ભજવી પણ તેની 30 વર્ષની વયમાં જ 12 ફિલ્મો ફ્લોપ જતા નિષ્ફળ નવોદિત તરીકે બોલીવુડ જોવા લાગ્યું હતું. સલિમ-જાવેદના સવાદ જાણે તેના માટે જ લખાયા હોય તેમ અમિતાભનો અભિનય સોળે કળાએ નીખરી ઉઠ્યો હતો, પછી તો 1975માં એક વર્ષમાં શોલે અને દિવાર ફિલ્મે પેક્ષકોના દિલ જીતી લેતા સિતારો આસમાને છવાઇ ગયો. ત્રિશુલ, કાલા પથ્થર, શક્તિ જેવી ઘણી સુપર ફિલ્મો આવી. સંજીવકુમાર, દિલીપકુમાર, ધર્મેન્દ્ર જેવા કલાકારો સાથે શ્રેષ્ઠ ફિલ્મો આપી હતી. 1974માં રોટી, કપડા ઔર મકાનમાં સહાયક ભૂમિકા તો કુંવારા બાપ અને દોસ્ત જેવી ફિલ્મોમાં મહેમાન ભૂમિકા કરી હતી. ચુપકે, ફરાર અને મિલી જેવી ફિલ્મોમાં અમિતાભની સરાહના થઇ હતી.
શોલે પછી તો કભી-કભી, અમર-અકબર-એન્થોની, પરવરિશ, ખુન પસીના, કસ્મે વાદે, ડોન, ત્રિશુલ, મુકદર કા સિંકદર, ગંગા કી સોગંધ, બેશરમ, સુહાગ, કાલા પથ્થર, દોસ્તાના, સિલસિલા, રામ-બલરામ, શાન, નશીબ, લાવારીસ, કાલિયા, યારાના, બરસાત કી એક રાત, સતે પે સતા, દેશપ્રેમી, નમક હલાલ, ખુદાર, બેમિસાલ, કુલી જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી હતી. કુલીના શુટીંગ વખતે ફાઇટ સીનમાં ગંભીર ઇજા થયા બાદ નવજીવન મળતા અમિતાભ દર વષે બે વાર જન્મદિવસ ઉજવે છે. મૂળ જન્મ તારીખ અને નવજીવન મળેલ તે માસ, નાસ્તિક, પુકાર અને અંધા કાનુન ફિલ્મો પછી શરાબી, મર્દ, બ્લોક બસ્ટર ફિલ્મ રહી ગીરફતાર અને આખરી રાસ્તાએ પણ જમાવટ કરી હતી.
કારકિર્દીની વધઘટ, વિશ્રામ, વ્યવસાયિક સાહસો અને અભિનય પુનરાગમન બાદ જાદુગર, તૂફાન, મે આઝાદ હું, આજકા અર્જુન સાથે અગ્નિપથમાં માફિયા ડોન તરીકે શ્રેષ્ઠ અભિનય કર્યો. 1994માં ઇન્સાનિયત ફિલ્મ બાદ પાંચ વર્ષ એકપણ ફિલ્મ ન આવી. 1996માં એબીસીએલ કંપની શરૂ કરીને બે ત્રણ સારી ફિલ્મો બનાવ્યા બાદ ગંભીર આર્થિક કટોકટી આવી ગઇ હતી. આવા સમયે મેજરસાબ, સૂર્યવંશમ, બડે મિયાં છોટે મિયાં, લાલ બાદશાહ, કોહરામ, જેવી ફિલ્મો કરી પણ નિષ્ફળ રહી. મોહબ્બતે ફિલ્મથી તે ફરી લાઇટમાં આવ્યાને પછી તો બાગબાન, કભી ખુશી કભી ગમ, અકસ, આંખે, કાંટે, ખાકી, વીરઝારા જેવી ફિલ્મોમાં એક અલગ ઇમેજને પ્રેક્ષકોએ વધાવી લીધી હતી. 2005થી દર વર્ષે તેની ફિલ્મો તેના નવા બદલાયેલા રૂપ સાથે આવતા સીનેમા ઘરો સાથે ટીવીમાં ધૂમ મચાવવા લાગી. કૌન બનેગા કરોડપતી ટીવી શોથી તેની પ્રસિધ્ધને ચાર ચાંદ લાગ્યા. તેમણે અંગ્રેજી ફિલ્મમાં પણ કામ કરેલ હતું.
જુના અમિતાભ અને આજના અમિતાભમાં ફરક માત્ર એટલો જ છે કે આ કલાકાર સમય પ્રમાણે બદલાવ કર્યો હોવાથી આજની તારીખે જાહેરાત કે ફિલ્મો કે ટીવી શોમાં તેને જોવો ગમે છે. તેને પરિવારમાં પુત્ર અભિષેક, પુત્રવધુ ઐશ્ર્વર્યા રોય, પુત્રી શ્ર્વેતા નંદા, પૌત્રી આરાધ્યા અને પત્ની જયા બચ્ચન સાથે સુંદર જીવન વ્યતીત કરી રહ્યા છે. ફિલ્મોમાં બોલતા તેના સંવાદો લોકોના દિલમાં આજે પણ તાજા છે, તેની સુપરહિટ કારકિર્દીમાં તેની ફિલ્મના સંવાદોની ભૂમિકા પણ મહત્વની છે. અભિનેત્રી રેખા સાથે તેના પ્રેમ પ્રકરણને ખૂબ જ ચગાવાયું હતું. તેઓ લાંબા સમયથી ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર છે. સામાજીક સેવામાં અગ્રેસર અમિતાભ એશિયાના પ્રથમ વ્યક્તિ હતા કે જેમનું લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમ ખાતે મીલની પ્રતિમા સ્થાપિત કરી હતી. તેઓ શુધ્ધ શાકાહારી છે અને તેમના પર ઘણા પુસ્તકો લખાયા છે. તેઓ સોશિયલ મીડીયા પર સૌથી સક્રિય રહેતા બાળથી મોટેરામાં હમેંશા છવાયેલા રહે છે.
ઘણાં ચોકલેટી હિરો અને સ્ટારે બદલાવ ન કરતા દર્શકોએ ન સ્વીકાર્યા
સદીના મહાનાયક અમિતાભની બોલીવુડ યાત્રામાં ધર્મેન્દ્ર, મનોજકુમાર, રાજેશખન્ના, સંજીવકુમાર, વિનોદખન્ના, ફિરોઝખન્ના જેવા ઘણા કલાકારો આવ્યા હતા, પણ સમય સાથે તેને બદલાવ ન કરતાં દર્શકોએ તેમને સ્વીકાર્યા નહીં અને તેની ફિલ્મી યાત્રા પુરી થઇ ગઇ હતી. ફિલ્મી લાઇનમાં એકમાત્ર અભિતાભે જ સમય પ્રમાાણે બદલાવ કરીને કપડાં, સ્ટાઇલ, બધા જ પાત્રોમાં અભિનય કરીને પોતાનું સ્થાન અડગ જમાવી દીધું હતું. આજે પણ ટીવી-ફિલ્મો-જાહેરાત વિગેરેમાં સતત કાર્યરત રહેતા બીગબીના જીવનમાંથી કલાકારોએ ઘણું શીખવાની જરૂર છે. આ સદીના મહાનાયક સાથે તેની બાદશાહતમાં ક્યારેય બ્રેક લાગી નથી. ઉંમર પ્રમાણે મળતા કામમાં પૂરતી શ્રધ્ધા-નિષ્ઠા-લગનથી જોડાઇને બધા જ કામને ગમતું કરીને અવિરત કાર્ય કરી રહયા છે.