બોલ બચ્ચન બોલ… અમિતાભે પોતાનો બાયોડાટા દીપીકા અને કેટરીનાને મોકલ્યો.એક સમાચાર આવેલા કે દીપીકા કેટરીના આમીર અને શાહીદ માટે ખૂબ લાંબી છે. આ વાંચીને અમિતાભે આ બંનેને પોતાનો બાયોડાટા મોકલ્યો અને તેમાં લખ્યું કે મારી હાઈટ તો ૬ ફૂટ, ૨ ઈંચ છે અમે પણ લખ્યું કે તમને મારી સાથે કામ કરવામાં હાઈટનો પ્રશ્ર્ન નહી નડે.
જોકે અમિતાભે આમ કરવાની જ‚ર કેમ પડી? કેમકે પ્રથમ તો તે જોબલેસ નથી અત્યારે ઓલ રેડી કેટરીના સાથે ઠગ્સ ઓફ હીંદુસ્તાનમાં કામ કરે જ છે. આ સિવાય તેણે દીપીકા સાથે ય ‘પીકુ’માં કામ કર્યું જ છે. તો પછી તમે મારી સાથે કામ કરો તેવી અરજી મોકલવાની શું જ‚ર પડી? જો કે આ તો મિલેનીયમ સ્ટાર છે.તેણે ટિવટર પર અરજી મોકલીને ‘નોકરી’ માગી છે તે કદાચ સોશ્યલ મીડિયામા ટ્રોલ ન થાય તો સા‚ં કેમકે તેણે આમ કરીને આડકતરી રીતે શાહીદ અને આમીરને ઠીંગુજી બતાડયા છે.આમીરે કેટરીના સાથે અને શાહીદે દીપીકા સાથે કામ કર્યું જ છે તે અમિતાભ ભૂલી ગયો.