બોલીવુડના દિગ્ગજ અમિતાભ બચ્ચનને 19 માર્ચે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલ્મ આર્કાઇવ (FIAF)નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ફિલ્મ સંરક્ષણના કામને પ્રોત્સાહન આપવા બદલ તેમને આ એવોર્ડ મળ્યો હતો. બિગ બીએ ખુદ ટ્વિટર દ્વારા એવોર્ડ વિશેની માહિતી શેર કરી હતી. તેમણે એવોર્ડ લેતા ફોટા શેર કર્યા છે. આ સન્માન બદલ તેમણે અમેરિકન ફિલ્મ પ્રોડ્યૂસર ડાયરેક્ટર માર્ટિન સ્કર્સેસી અને ફિલ્મમેકર ક્રિસ્ટોફર નોલનનો આભાર માન્યો છે.
ફોટો શેર કરીને બિગ બીએ લખ્યું- મને FIAF એવોર્ડ 2021 મેળવી ખૂબ જ સન્માનિત અનુભવ કરી રહ્યો છું. આ એવોર્ડ આપવા બદલ હું માર્ટિન સ્કોર્સેર્સી અને ક્રિસ્ટોફર નોલનનો આભાર માનું છું. ભારતની ફિલ્મી વિરાસતને બચાવવા માટેની અમારી પ્રતિબદ્ધતા અટલ છે. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન આપણી ફિલ્મોને બચાવવા દેશવ્યાપી આંદોલન બનાવવાના પ્રયત્નો ચાલુ રાખશે.
બિગ બીએ કરી 60 જુની ફિલ્મો રીસ્ટોર
આ વર્ચુઅલ સમારોહમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન અમિતાભે કહ્યું હતું કે, તેમની પત્ની જયા બચ્ચનની સલાહ પર તેઓ 2015માં જૂની ફિલ્મોના સંરક્ષણ માટે જોડાઈ હતાં. તેમણે લગભગ 60 જૂની ફિલ્મો રીસ્ટોર કરી છે. તેઓ ઘણીવાર જૂની ફિલ્મોને રીસ્ટોરેશન માટે પણ અપીલ કરે છે. અમેરિકન ફિલ્મ નિર્માતા નિર્દેશક માર્ટિન સ્કોર્સી અને ફિલ્મમેકર ક્રિસ્ટોફર નોલાન પણ આ કાર્યક્રમમાં હાજર હતા. ક્રિસ્ટોફર અમિતાભ સાથેની તેમની એક મીટિંગને યાદ કરીને કહ્યું કે- થોડા વર્ષો પહેલા મને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં ભારતીય સિનેમાને લિવિંગ લીજેન્ડને મળવાની તક મળી હતી. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનના એમ્બેસેડર તરીકે, અમિતાભે ફિલ્મોના સંરક્ષણમાં મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે.
અમિતાભનું નામ થયુ હતું નોમિનેટ
અમિતાભને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા, ફિલ્મ નિર્માતા અને આર્કાઇવિસ્ટ શિવેન્દ્રસિંહ ડુંગરપુર દ્વારા સ્થાપિત એક ગૈર સરકારી સંગઠન છે, જે ભારતની ફિલ્મ વારસોના સંરક્ષણ, રેસ્ટોરેશન, પ્રલેખન, પ્રદર્શન અને અધ્યયન માટે કામ કરે છે.
બિગ બી આવનારી ફિલ્મો
આવનારા સમયમાં બિગ બી ઘણી બધી ફિલ્મો જોવા મળશે. અમિતાભની 9 એપ્રિલે રૂમી જાફરી નિર્દેશિત સસ્પેન્સ ડ્રામાં ફિલ્મ ‘ચેહરે’ રિલીઝ થશે. જેમાં તેમની સાથે ઈમરાન હાશમી અને રિયા ચક્રવર્તી જવા મળશે. હાલમાં અજય દેવગન દ્વારા નિર્દેશિત થ્રિલર મઈડેનું શૂટિંગ કરી રહ્યા છે. ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ પણ છે. સાથે ‘ઝુંડ’, ‘તેરા યાર હું મે’ અને ‘બ્રહ્માસ્ત્ર’માં પણ જોવા મળશે.