બિગ-બી એ ફિલ્મ ‘ખૂન પસીના’ વખતનું સંભારણું શેર કર્યું
અમિતાભ બચ્ચન ફિલ્મી દ્રશ્યમાં જીવ રેડવાફાઈટ સીન સહિતના સ્ટંટ દ્રશ્યો જાતે ભજવવાનો આગ્રહ રાખતા તેઓ ફિલ્મ ‘કૂલી’ના એક ફાઈટ સીન દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયા હતા તે બધા જાણે છે.
ફિલ્મ ખૂન પસીનામાં તો અમિતાભ બચ્ચને સાચુકલા વાઘ સાથે બાથ ભીડી હતી. દ્રશ્ય એવું હતુ કે રેખા પર વાઘ હુમલો કરે છે. અમિતાભે વાઘ સાથે ફાઈટ કરીને રેખાને બચાવવાની હોય છે. આ દ્રશ્ય માટે વાઘની રેપ્લિકા એટલે કે પૂતળાની વ્યવસ્થા કરવામાં આવી પણ અમિતાભે તો અસલ વાઘ સાથે જ સીન કરવાનો આગ્રહ રાખ્યો.
અંતે ખૂબજ સાવધાનીથી નિષ્ણાંતોની કડી દેખરેખ હેઠળ આ સીન શૂટ કરવામાં આવ્યો.
અમિતાભ બચ્ચને પોતાનો બ્લોગ ‘બિગ અડ્ડા’ પર ખૂન પસીના વખતની તસવીર શેર કરીને લખ્યું છે કે આજના નિર્દેશકો આને મુર્ખતાભર્યું પગલુ માને છે.
અમિતાભ બચ્ચનને એંગ્રી યંગમેનનું બિ‚દ કાંઈ અમસ્તુ જ નથી મળ્યું. કદાચ ખૂન પસીનામાં બચ્ચનની બહાદૂરી પર રેખા ફીદા થઈ ગઈ હતી.