અમિતાભ બચ્ચન સ્ટારર ‘Sarkar 3’ કોપી રાઈટ કેસમાં ફસાતી નજર આવી રહી છે. નરેન્દ્ર હિરાવત એન્ડ કંપનીએ રામ ગોપાલ વર્મા પર આરોપ લગાવતા કોપીરાઈટ મામલે કેસ દાખલ કરાવ્યો છે. તો બીજી તરફ, રામ ગોપાલ વર્માએ આ આરોપ નકારી દીધો છે. નરેન્દ્ર હીરાવત એન્ડ કંપની મુજબ, તેમની પાસે ૧૩૦૦ ફિલ્મોના કોપીરાઈટ છે. જેના મુજબ, રામ ગોપાલ વર્માની ફિલ્મ Sarkar નો બીજો પાર્ટ રિલીઝ થયા પછી અન્ય બધી સરકાર ફ્રેન્ચાઈઝીનાં કોપીરાઈટ તેમણે ખરીદી લીધા હતા.
કંપનીનાં એક્ઝીક્યુટિવ હેડ શ્રેયાંશ હિરાવતે કહ્યું કે, અમે એક વર્ષ પહેલા સરકારની ફ્રેન્ચાઈઝી ખરીદી લીધી હતી. અમે ઓકટોબર ૨૦૧૬ માં ફિલ્મના પ્રોડ્યુસરને એક નોટીસ મોકલી હતી પરંતુ ત્યાંથી કોઈ જવાબ નાં મળ્યો ત્યારબાદ ‘સરકાર 3’ નાં પ્રોડ્યુસરથી અમે ઘણા નિરાશ છે. આ કારણે હવે હાઈકોર્ટ જવા સિવાય અમારી પાસે કોઈ રસ્તો બચ્યો નથી. હિરાવતે આગળ કહ્યું કે, કોર્ટ પર અમને આશા છે, તે સંપૂર્ણ રીતે તપાસ કરી સરકાર-3 ની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દેશે. તો બીજી તરફ, ફિલ્મના પ્રોડ્યુસરે પોતાનો પક્ષ રાખતા કહ્યું કે, નરેન્દ્ર હીરાવત એન્ડ કંપનીએ ફક્ત ‘સરકાર’ નાં કોપીરાઇટ છે. જ્યારે આ ફિલ્મ ‘સરકાર’ નો ત્રીજો ભાગ ‘સરકાર 3’ છે.
ફિલ્મ ૧૨ મે ના દિવસે રીલીઝ થશે. ફિલ્મમાં અમિતાભની સાથે યામી ગૌતમ, જેકી શ્રોફ, અમિત સાધ અને મનોજ વાજપેયી નજર આવશે. ડિરેક્ટર રામ ગોપાલ વર્માએ તાજેતરમાં ‘સરકાર ૩’ ની સ્ટારકાસ્ટ ડિકલેર કરી છે. પાર્ટ૩ માં અમિતાભની સાથે સિનેજગતના અન્ય દિગ્ગજ છે. ૨૦૦૫ માં અમિતાભ અને અભિષેક સ્ટારર ‘સરકાર’ એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. ૨૦૦૮ માં તેની સિકવલ ‘સરકાર રાજ’ એ પણ સારો બિઝનેસ કર્યો અને તેના ૮ વર્ષ પછી રામ ગોપાલ વર્માએ તેની ત્રીજી સિકવલની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, ડિરેકટરે આ વખતે અભિષેક અને એશ્વર્યાને આ ફિલ્મમાં લીધા નથી. તેઓ જણાવે છે કે, આ ફિલ્મ બીજા સમય અને બીજી પરિસ્થિતિમાં બનાવવામાં આવી