જયા ભાદુરી સાથે લગ્ન કર્યા બાદ બોલિવુડના મહાનાયક બંગાળના જમાઈ બન્યા હતા તેમને બંગાળ સાથે ખૂબજ ઉંડા સંબંધો છે. જયારે ઉતર પ્રદેશ કોંગ્રેસના સુભાષચંદ્ર બોસને ૧૯૩૯માં નેતા તરીકે ચૂટયા હતા તેમને તેની કલ્પના પણ નહતી કે તેઓ અમિતાભના ગૌત્રો છે. અને તેમની સાથે સંબંધો ઘરાવે છે. ગ્લોબલ રિસર્ચરોએ શોધ્યું કે ભારતના બિજા વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રી અમિતાભ બચ્ચનના સંબંધમાં છે. એકજ પરિવારના સ્ટડી પ્રમાણે હજારો વર્ષ પહેલા એક જ પરિવારના ત્રણ પુ‚ષો જુદા પડયા હતા.
તેઓ ઉતર ભારતનાં બંગાળમાંથી દૂર થઈ હજારો વર્ષ સુધી બ્રાહ્મણ બનીને રહ્યા તેમજ તેમણે ઈતિહાસમાં પણ બ્રાહ્મણ તરીકે ફાળો આપ્યો. બંગાળમાંથી છૂટા પડેલા પાંચ વંશોમાં બોસ, ઘોશ, મિત્રા, દત્તા અને ગુહા શામેલ હતા આજે પણ કુલિન કાયસ્થાનું પરિવાર બંગાળમાં રહે છે. જો યુપીનાં શ્રીવાસ્તવ અને બંગાળમાં બોસ એક જ પરિવારના હોય તો તે બચ્ચનનું નિર્માણ કરે માટે પૂર્વ વડાપ્રધાન શાસ્ત્રી અને સુભાષ ચંદ્ર બોસ એકબીજા સાથે સંબંધ ધરાવે છે.