બંનેને ક્રમશ: હોસ્પિટલમાંથી રજા અપાશે
સુપ્રસિઘ્ધ ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. આજે બન્નેને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા બંનેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
અભિષેક બચ્ચનને આજે બપોર બાદ રજા અપાય તેવી શકયતા છે. જો કે સૃુપરસ્ટાર અમિતાભને એકાદ બે દિવસમાં રજા અપાશે તેમ જાણવા મળે છે.
અત્રે એ યાદ આપી એ છે કે અમિતાભ બચ્ચના પરિવારમાં જયા ભાદુરીને બાદ કરતા તમામ કોરોના પોઝિટીવ આવ્યા હતા. પોઝિટીવ આવ્યા બાદ અમિતાભ તથા અભિષેક હોસ્પિટલમાં દાખલ થયા હતા અને સારવાર આપવામાં આવી હતી.