કઠુઆ ગેંગરેપ મામલા અંગે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ કેમ્પેઈનના એમ્બેસેડર અમિતાભ બચ્ચનેધૃણાસ્પદ કૃત્ય ગણાવ્યું છે. ગુરૂવારે એક સવાલ પર તેઓએ કહ્યું કે, “આ વિષય પર ચર્ચા કરવી જ દુખદ છે, મને આ અંગે અરૂચિ થઈ રહી છે. અને તેથી આ વિષયને ઉછાળો નહીં. આ અંગે વાત કરવી પણ ડરામણું છે.” આ પહેલાં બોલીવુડની અનેક નામી હસ્તીઓએ ઘટનાને નિંદનીય ગણાવી ચુક્યાં છે. જમ્મુના કઠુઆમાં બકરવાલ સમુદાયની 8 વર્ષની માસૂમ બાળકી સાથે 5 લોકોએ કેટલાંક દિવસ સુધી ગેંગરેપ કર્યો હતો. જે બાદ તેની હત્યા કરી તેના મૃતદેહને જંગલમાં ફેંકી દીધો હતો. 10 એપ્રિલે કેસની ચાર્જશીટમાં બાળકી સાથે ક્રુરતા થઈ હોવાનો ખુલાસો થયો હતો.
Expressing his disgust at the gruesome #Kathua rape case, legendary actor #AmitabhBachchan has said he feels terrible to even talk about it.
Read @ANI story | https://t.co/USJjG3fmzp pic.twitter.com/65J4EaWEdf
— ANI Digital (@ani_digital) April 19, 2018
અમિતાભ બચ્ચનને કઠુઆ કેસને લઈને સવાલ પૂછ્યો હતો. આ અંગે તેઓએ તેને નિંદનીય અને ઘણું જ દુખદ ગણાવ્યું હતું.ગુરૂવારે અમિતાભ અને રૂષિ કપૂર પોતાની આગામી ફિલ્મ ‘102 નોટ આઉટ’ના સોંગ લોન્ચિંગ સમયે મીડિયા સાથે રૂબરૂ થયા હતા. આ દરમિયાન અમિતાભે રેપ અને ગેંગરેપની ઘટના અંગે પોતાની વાત રાખી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com