મુંજાવરે રીક્ષામાં : બરકત નહિ દેખાતા દોરા-ધાગાનો ધંધો શરુ કર્યો હતો: આરોપીને પીડીત મહિલાએ ૩ ફડાકા મારતા સન્નાટો મચ્યો
રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના અમરાપરા સીમમાં દરગાહની આડમાં છેલ્લા ચાર માસથી દોરા-ધાગા, ઇલમ અસાઘ્ય રોગ મટાડવા, દુ:ખ દર્દ મટાડવાના નામે પિયા ખંખેરતા મુંજાવર ઇકબાલ મહમદ પાણખાણીયા મેમણ સાગ્રીતો દિલીપસિંહ દરબાર પીઠડીયાનો ભાવેશ ચાવડાની ધતિંગ લીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે જેતપુર તાલુકા પોલીસની મદદથી ૧૧૫૮ મો સફળ પર્દાફાશ કર્યો હતો. પીડીતાએ ત્રણ લાફા મારી દેતા મુંજાવર હેબતાય ગયો હતો. મુંજાવરે ધનીંગલીલાની કબુલાત આપી જાહેરમાં માફી માંગી દોરા-ધાગા કપટલીલા બંધની જાહેરાત કરી દીધી હતી.
બનાવની વિગત પ્રમાણે જેતપુરના અમરાપરસીમમાં છેલ્લા કેટલાક સમયથી દરગાહની આડમાં દોરા-ધાગા, અસાઘ્ય રોગ દુ:ખ દર્દ મટાડવાના નામે મુંજાવર તેના સાગ્રીતોની મદદથી યેનકેનછેતરપીંડી કરે છે તેવી રજુઆત રુબરુ ટેલીફોનીક પીડીત લોકોએ આપી હતી. મુંજાવર રીક્ષા ચાલવે છે તે મુળ જુનાગઢ હાલ જેતપુર વસવાટકરે છે છે. રૂપીયા સંબંધી ચોંકાવનારી હકિકત જાથાને આપવામાં આવી હતી.
જેતપુરના જાથાના રમેશ પરમાર, ભાનુબેન ગોહિલને અમરાપર સીમમાં આવેલી દરગાહના સ્થળે મોકલી તપાસ કરતાંચોંકાવનારી હકિકતમાં મુંજાવર ઇકબાલ મહમદ ઉર્ફે ભીખો રીક્ષાવાળો સાગ્રીતો દિલીપસિંહદરબાર, ભાવેશ રાઠોડ, જેતપુરમાં રહે છે.
મુંજાવર રીક્ષાના ચકકરમાં રૂપીયાની ખેંચ અનુભવે છે.ગુરુવાર-શુક્રવાર બપોરના ર થી મોડી રાત સુધી દોરા ધાગા જોવાનું કામ કરે છે. દાનપેટીમાં રૂપીયા નખાવવા આયુર્વેદીક દવાના બદલામાં રૂપિયા ખંખેરવા, દોરા તાવીજ મુંઠચોર યંત્ર આપી અનેક પ્રકારની છેતરપીંડી કરે છે.
જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ મુંજાવરના કરતૂતો જાણી તેના પર્દાફાશ માટે રાજકોટ જીલ્લા પોલીસ વડા, જેેતપુર ના ડીવાયએસપી ભરવાડ, તાલુકા પોલીસ સ્ટેશન ના બાંટવાને પત્ર આપી જાથાની ટીમને પોલીસ બંદોબસ્ત ફાળવી પદાર્ફાશ કર્યો હતો.
જાથાના રાજય ચેરમેન જયંત પંડયાએ પરિચિતઆપી મુંજાવર ઇકબાલને બધાની હાજરીમાં કપટકુંડળી બતાવતા ઢીલોઢબ થઇ ગયો હતો. અસાહય લોકોને સારવારમાં બધાની હાજરીમાં ગુન્હો બને છે.
દોરા-ધાગા તાવીજનાનામે આયુર્વેદીક દવાના નામે રૂપીયા પડાવવા, બે સાગ્રીતો દિલીપસિંહ નો દિકરો બળાત્કારમાં જેલમાં છે. બન્નેનો ઇતિહાસ આપતા સન્નાટો વ્યાપી ગયો છે. પોલીસે જોવડાવવા આવેલા દર્દીઓને બેસાડી સાચી વાત કરી હતી. એક પીડીત મહીલાએ ૩ લાફા મારતા લાલ આંખ બતાવી હતી.”