રિલાયન્સના માલિક તેમજ દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્નની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. આ લગ્નના ફંક્શન લગભગ એક સપ્તાહથી ચાલે છે. જોકે, લગ્નની વિધિઓ ૧૨ ડિસેમ્બર વિવાહ પંચમીના રોજ જ પૂર્ણ થઈ ગઈ હતી.
ઇશાની લગ્નના તમામ કાર્યોમાં બૉલીવુડસ્ટાર્સએ પોતાની હાજરી આપી હતી, તેઓ ઉદયપુરમાં પ્રિ-વેડિંગફંક્શનમાં પણ જોડાયા હતા. આમ તો જોકે લગ્નના ઘણા’ ફોટો અનેવીડિયો બહાર આવ્યા છે . તેમાનો એક વિડીયો કે જેમાં અમિતાબ બચ્ચન ખુદ લગ્નમાં ઉપસ્થિતમહેમાનોને જમવાનું સર્વ કરતા જોવા મળ્યા છે
એટલુ જ નહિ પરંતુ આમિર ખાનએ પણ બારાતનુંસ્વાગત કર્યું અને તેમણે પણ ઉપસ્થિત મહેમાનોને જમવાનું સર્વ કર્યું.
જોકે, અમિતાભે લગ્ન દરમિયાન કાર્યવિધિમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અમિતાબ બચ્ચને ફેરા દરમિયાન કન્યાદાનની પૂરી વિધિ સમજાવી હતી. તેના વિડીઓ પણ ખૂબ જ વાઈરલ થયા હતા.બીજી તરફ નીતા અંબાણિ તેમજ મુકેશ અંબાણિ પોતાની દીકરીની વિદાઈને લઈને ખૂબ જ ભાવુક થયા હતા.