- ડિરેકટર પદે રણધીરસિંંહ જાડેજા, ચેતન રોકડની વરણી: ટ્રેઝરર તરીકે સંદીપ સાવલિયા નિમાયા
- એસો.ના નવનિયુકત હોદેદારોએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને કર્યા સન્માનીત: એસો.ની વાર્ષિક સાધારણ સભામાં રાજકીય આગેવાનો અને નામાંકિત બિલ્ડરો રહ્યા હાજર
રાજકોટ બિલ્ડર એસોશિએશનની તથા કેડાઈ ગુજરાતની ગઈકાલે વાર્ષિક સાધારણ સભા રાજકોટ ખાતે યોજવામાં આવી હતી. આ સાધારણ સભામાં ગુજરાતભરમાંથી ટોચના નામાંકિત બિલ્ડરો ઉપસ્થિત રહ્યા હતા સાધારણ સભામાં રાજકોટના વિકાસને વેગ આપવાની નેમ સાથે અનેકવિધ મુદાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે.
રાજકોટ બિલ્ડર્સ એસોશિએશન આયોજીત એન્યુલ જનરલ મીટીંગમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, મંત્રી ભાનુબેન બાબરીયા મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, સાંસદ પરસોતમ રૂપાલા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે નવનિયુકત રાજકોટ બિલ્ડર એસોસીએશનના સભ્યોએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને સન્માનીત કર્યા હતા.
રાજકોટ બિલ્ડર એસોશિએશનના ખજાનચી અમિતભાઈ ત્રાંબડીયાને ચેરમેન પદે નિયુકિત કરવામાં આવી હતી. જયારે રાજકોટ બિલ્ડર એસોશિએશનના ડિરેકટર તરીકે રણધીરસિંહ જાડેજા, ચેતન રોકડ તથા ખજાનચી પદે સંદીપ સાવલિયા જયારે ઈન્વાયટી બોર્ડ મેમ્બર તરીકે રાજેન્દ્ર સોનવાણી, ગોપી પટેલ, પૃથ્વીરાજસિંહ રાણાની નિયુકિત કરવામાં આવી હતી. સાથે યુથ ક્ધવીનર તરીકે ભરત સોનવાણી, સિધ્ધાર્થ પોબારૂ, નીરજ ભીમજીયાણી તથા પિતેષ પીપળીયાની નિયુકિત કરવામાં આવી હતી.
રાજકોટ બિલ્ડર એસોસીએશનની વાર્ષિક સાધારણ સભામાં વિવિધ બાબતોની ચર્ચા કરાઈ હતી એટલું જ નહી આવનારા દિવસોમાં ગાંધીનગર ખાતે જઈને કયાં મુદે રજૂઆત કરવામાં આવશે તે અંગે વિચાર વિમર્શ પણ કરવામાં આવ્યો હતો. સાથોસાથ ગત વર્ષમાં કરાયેલી કામગીરી અને રજૂઆતોના સરવૈયા સાથે વાર્ષિક હિસાબો પણ ગઈકાલની બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જ સમગ્ર ક્રેડાઈ ગુજરાતની મીટીંગ પણ રાજકોટ ખાતે યોજાઈ હોવાથી અમદાવાદ, વડોદરા ,સુરત તથા મહેસાણા, સેલવાસ, વલસાડ, ગાંધીનગર સહિતના 20થી વધુ શહેરોના નામાંકિત અગ્રણી બિલ્ડરો હાજર રહ્યા હતા.
- રાજકોટ બિલ્ડર એસો.ના નવનિયુકત હોેદેદારો .ચેરમેન-અમિતભાઈ ત્રાંબડીયા
- ઈન્વાયટી બોર્ડ મેમ્બર- રાજેન્દ્ર સોનવાણી, ગોપી પટેલ, પૃથ્વીરાજસિંહ રાણા
- યુથ ક્ધવીનર- ભરત સોનવાણી, સિધ્ધાર્થ પોબારૂ, નીરજ ભીમજીયાણી, પ્રિતેશ પીપળીયા
- ગીર ગંગા ટ્રસ્ટ સાથે મળીને અનેક બિલ્ડરોએ તળાવ અને ચેકડેમ બનાવવા સહકાર આપ્યો:પરેશ ગજેરા
અબતક સાથેની વાતચિતમાં બિલ્ડર પરેશ ગજેરાએ જણાવ્યું હતુ કે કેડાઈ બિલ્ડ એસોશિએશન અને ગુજરાત બિલ્ડ એસોશિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, મંત્રી રાઘવજીભાઈ પટેલ, મંત્રી ભાનુબેન બાબરીયા, કલેકટર, કમિશ્નર, ડીડીઓ, સહિતના રાજકીય સામાજીક આગેવાનો સહિત બિલ્ડરો ઉપસ્થિત રહ્યા હતા. ક્રેડાઈ ગુજરાતના 20 શહેરોમાંથી પ્રમુખ, મંત્રી અને 60થી વધુ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ સીટીની શોભા વધારતો આ કાર્યક્રમ હતો. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ સાથે મળીને ઘણા બધા બિલ્ડરોએ તળાવ, ચેકડેમ બનાવવામાં સહકાર આપ્યો છે. 1000થી વધુ બિલ્ડરો સાધારણ સભામાં જોડાયા હતા.