ભાજપ 2019ની લોકસભા ચૂંટણી અંતર્ગત મિશન 360ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હીમાં 2 દિવસની પાર્ટીની નેશનલ એક્ઝિક્યૂટિવની મીટિંગ રવિવારથી શરૂ થઈ છે.બેઠક માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ ના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ના વંશવાદના નિવેદન મુદ્દે જવાબ આપ્યો હતો. સાથે જ તેઓએ 2019માં ભાજપની સૌથી મોટી જીત હાંસલ કરશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સોમવારે નરેન્દ્ર મોદી  પણ બેઠકમાં સ્પીચ પણ આપશે. આ બેઠકમાં બે મોટા પ્રસ્તાવ પાસ કરવામાં આવે તેવી પણ શક્યતા છે, જેમાં એક આર્થિક બાબતે અને બીજો રાજનીતિક પ્રસ્તાવ હોય શકે છે. શાહે 360 સીટ જીતવા માટે એક સીક્રેટ ઇલેકશન પ્લાન બનાવ્યો છે. શાહના ઇલેકશન પ્લાનની સીક્રેટ રિપોર્ટ દિવ્ય ભાસ્કર પાસે છે. ભાજપ 18 રાજ્યોની તે 123 લોકસભા સીટ પર પ્લાનને લાગુ કરશે, જ્યાં બીજી પાર્ટીઓની સ્થિતિ મજબૂત રહી છે.

વંશવાદ કોંગ્રેસની પરંપરા છે – અમિત શાહ

– ભાજપ અધ્યક્ષ અમિત શાહે અમેરિકાના કેલિફોર્નિયામાં વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ કરેલી વંશવાદ અંગેની વિવાદાસ્પદ ટીપ્પણીનો જવાબ આપ્યો હતો.

– અમિત શાહે કહ્યું કે, “ખોટા વંશ કે પરિવારમાં કેરિયર લોન્ચ કર્યુ છે. જે કોંગ્રેસની પરંપરા હોય શકે છે, ભારતની નહીં.”

– સાથે જ અમિત શાહે કહ્યું કે, “રાહુલ ગાંધી વિદેશમાં જઈ ભારતની ગરિમાને નકારે છે.”

– 2019માં ભાજપની ભારે બહુમતિથી જીત થશે તેવો વિશ્વાસ પણ અમિત શાહે વ્યક્ત કરી, ભ્રષ્ટાચાર, ગંદકી-જાતિ મુક્ત ભારતનો સંકલ્પ કર્યો હતો.

– કોંગ્રેસના શાસનમાં ભારે ભ્રષ્ટાચાર હતો તેવાં પણ આક્ષેપો અમિત શાહે કર્યા હતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.