નોટબંધી વેળા કૌભાંડનો આક્ષેપ
નોટબંધી દરમિયાન અમદાવાદ જીલ્લા સહકારી બેન્કમાં કરોડો રૃપિયા જમા થયા છે તે મોટું કૌભાંડ છે તેવા વિરોધ સાથે આજે બપોરે પરવત પાટીયા નોવા રેસ્ટોરન્ટ પાસે અમિત શાહનું પૂતળું સળગાવનાર કોંગ્રેસના ધીરૃભાઈ લાઠીયા, જયેશભાઈ દેસાઈ, દિનેશભાઈ સાવલીયા, ઈરફાન શેખ, ભાવેશ બુધલીયા, જમીર ખાન પઠાણ, હેમલ પટેલ અને કાદીર શેખ વિરુધ્ધ પુણા પી.આઈ. આર.આર.ભાંભળાએ પૂણા પોલીસ મથકમાં ગેરકાયદેસરની મંડળી અંગેનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.