મનમોહનસિંઘના શાસનમાં કોંગ્રેસે ગુજરાતના વિકાસમાં અડચણો ઉભી કરવા સિવાય કશું કર્યુ નથી ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ મટી જાય તેવી પ્રચંડ બહુમતીનો રણટંકાર કરતા અમિતભાઈ શાહ

અગિયાર કરોડથી વધુ કાર્યકર્તાઓની ફોજ સાથેની વિશ્ર્વનાં સૌથી મોટા લોકતાંત્રિક પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ કે જે અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત રાજકોટ મુલાકાતે આવ્યા ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સાથે રાજકોટ સ્થિત હેમુગઢવી હોલમાં રાજકોટ જીલ્લાની વિવિધ વિધાનસભાના શકિત કેન્દ્રોના પ્રમુખ અને ઈન્ચાર્જો સાથે રૂબરૂ સંપર્ક મિટીંગ કરી હતી. બેઠકમાં પ્રથમ ઉપસ્થિત કાર્યકરો સમક્ષ મનિષભાઈ ભટ્ટ દ્વારા ‘ભારત માતા કી સંતાને હમ’ પ્રેરણાદાયી ગીત બેઠકની શરૂઆત કરવામાં આવી હતી અને ભારત માતા જય ઘોષ સાથે અમિતભાઈ શાહ, વિજયભાઈ રૂપાણી, ભીખુભાઈ દલસાણીયા, ભુપેન્દ્રજી યાદવ, મનસુખભાઈ માંડવીયા, મદન કૌશલજી સહિતના આગેવાનોએ મંચ પર સ્થાન લીધુ હતું.જિલ્લાના પ્રભારીઓએ પુષ્પહારથી અધ્યક્ષનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈએ સ્મૃતિચિન્હ આપી અમિતભાઈ શાહનું સ્વાગત કર્યું હતું. વિજયભાઈ રૂપાણીનું જિલ્લા પ્રમુખ ડી.કે.સખિયા અને પૂર્વ પ્રમુખ નાગદાનભાઈ ચાવડાએ સ્વાગત કર્યું હતું. ભીખુભાઈનું સ્વાગત ભરતભાઈ બોઘરાએ કર્યું હતું. ઉતરાખંડના રાજયના પ્રધાન મદન કૌશિકજીનું સ્વાગત મેયર ડો.જૈમન ઉપાધ્યાયએ કર્યું હતું. વિજયભાઈ રૂપાણીએ માર્ગદર્શન આપતા જણાવેલ કે રાષ્ટ્રીય અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ ૧૮ રાજયોમાં આપણી સરકાર બની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ના ૧૫૦થી વધુ કમળો ખીલે તેવી રણનીતિ બાબતે પ્રાથમિક માર્ગદર્શન આપ્યું હતું. જનસંઘના વખતથી અનેક વખત પડતા ઉઠતા આગળ વધ્યા છીએ ત્યારે દુનિયામાં દેશનો ડંકો વાગે તેવા સ્વપ્ન સાથે આગળ વધીએ છીએ, ત્યારે ભારત માતા સરસ્વતી જેવી પૂજય બને-અન્નપૂર્ણા માફક સમૃદ્ધ બને તેના તરફ આગળ વધી રહ્યા છીએ.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, “વિકાસ આજે વેગીલો અને ઝંઝાવાતી બની ગરીબોના ઘર સુધી રોડ-રસ્તા-ગેસ-શૌચાલયો બન્યા છે. ખેડૂતોને બમણું વળતર બને અને યુવાનોને ડિઝીટલ ઈન્ડિયાની આશા પૂર્ણ થવાની આશા પરી પૂર્ણ થાય. કોંગ્રેસને કબરમાં આ ૧૫૦ પ્લસનો ખીલ્લો ખોળી કાયમી ભો ભીતર કરવાનો સમય આવી ગયો છે. ૨૦૧૯માં કોઈને મોં બતાવી ન શકે તેવા ભૂંડા હાલે હરાવવાના છે અને અસ્તિત્વ નામશેષ કરી નાખવાનું છે.કોંગ્રેસ નવી ફૂટી નીકળેલી ત્રિપુટીના શરણે થઈ ગઈ છે. જાતિવાદ-જ્ઞાતિવાદના આધારે ચૂંટણી લડી રહી છે. ગુજરાત અસ્થિર બને-વિકાસ થંભી જાય તેવા કોંગ્રેસના પ્રયત્નો ઉઘાડા પડયા છે. ૧૦ વર્ષ સુધી મૌન રહેલ મનમોહનસિંઘે મોઢે ભ્રષ્ટાચારની વાત કરે છે. તેઓ અર્થશાસ્ત્રી હતા ત્યારે ભાવ વધારો-મોંઘવારી વધ્યો તેનો ગુજરાતની જનતાને જવાબ આપશે.ગુજરાતની રોયલ્ટી બાબતે હાઈકોર્ટના આદેશ મુજબ રૂપિયા ન આપી ગુજરાતનો વિકાસ વધ્યો તેનો જવાબ આપો.રાહુલ ગાંધીના ૩૦ લાખના બેકારોના આક્ષેપો સામે ગુજરાતમાં હાલમાં ૮૩% રોજગારી ઉત્પન્ન થાય છે ત્યારે ૩૦ લાખ બેરોજગારોની ફોજ કઈ રીતે કહી શકે ? એક વર્ષમાં ૭૨૦૦૦ યુવાનોને રાજય સરકારે સરકારી નોકરીઓ આપી છે.કોંગ્રેસ પાસે નેતા-નિયત કે નીતિ નથી. કયાં મોદી અને કયાં રાહુલ ? સત્તા પ્રજાની સેવા માટે છે. ગરીબોની સરકાર-ખેડૂતોની સરકાર અને છેવાડાના માનવીનો સંપૂર્ણ વિકાસ કરવાનો સમય હવે પાકી ગયો છે.ગુજરાત જયારે દેશની દિશા દર્શનનું રોલ મોડેલ બન્યું છે ત્યારે અટલજીના શબ્દો કે “જબ અકેલે નીકલે છે તબ ભી કોઈ ડર ન થા, તો અબતો પુરા કારવા હે સાથ, તો ડર કિસ બાત કાને યાદ કરી સૌને સનિષ્ઠતાથી કાર્ય કરવા હાકલ કરી હતી.અમિતભાઈએ ભારત માતાના જયઘોષ સાથે માર્ગદર્શન આપતા જણાવેલ કે ૨૦૧૭થી ચૂંટણી ભાજપા માટે મહત્વની છે. ૧૯૯૫-૧૯૯૮-૨૦૦૨-૨૦૦૭-૨૦૧૨ સહિત તમામ ચૂંટણીઓ જીતી છે, ૨૦૧૭ની ચૂંટણીમાં જીત એ ગુજરાત માટે કોઈ મુશ્કેલ નથી.૨૦૧૪માં નરેન્દ્રભાઈના હેઠળ દિલ્હીમાં સત્તા હાંસલ કર્યા બાદ દરેક રાજયમાં આપણો વિજય થયો. આ ચૂંટણી એટલા માટે જીતવી છે કે કાશ્મીરથી ક્ધયાકુમારી સુધી આસામથી અંજાર સુધી ભાજપનોં કેશરિયો લહેરાવો છે. ૮૫% ભૂભાગ પાર ભાજપનો ધ્વજ લહેરાયો છે.અમિતભાઈએ વધુમાં જણાવ્યું કે, હજુ આ વિજય રથને આગળ વધારવા બાકી રહેતા રાજયોમાં લઈ જવા સંપૂર્ણ બહુમત મેળવવો. અગાઉ ૨ માત્ર સીટ સાથે સદ્ભવેલ આ પાર્ટીને ગુજરાત પ્રદેશ ભાજપાએ અમદાવાદની પાલિકા હસ્તગત કરી વિજય રથનો પ્રયાણ કર્યો તેમજ પંડિત દીનદયાળજીના સ્વપ્ન હતું કે પાર્ટી સત્તા માટે નહીં પરંતુ અંત્યોદય માટે કાર્ય કરતો પક્ષ બને.ઉપસ્થિત શક્તિ કેન્દ્રમાં પ્રમુખોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે વિજય ગૌરવ સંપર્ક અભિયાન માત્ર કાગળ પર જ રાખવાનું નથી. દરેકે દરેક જણ અને જનમાનસ સુધી મોદીના સંદેશ અને સરકારે કરેલ પૂજા અથ્થાનના કર્યો પહોંચાડવાના છે. શક્તિ કેન્દ્રના પ્રમુખોને પોતાની ટીમ સાથે ઉંચા મસ્તકે લોકો પાસે જવાનું છે કારણ કે, આપણી સરકારે કોઈ જ એવું કાર્ય નથી કર્યું કે જેનાથી આપણું માથું નીચું નમે કે આપણે નીચું જોવું પડે.શક્તિ કેન્દ્રના સંચાલકોને જીણવટભરી પરંતુ વૈજ્ઞાનિક ઢબે વાસ્તવિકતા સમજાવતા જણાવેલ કે, ગુજરાતના ૪ કરોડ ૩૮ લાખ જેટલા મતદારો છે ત્યારે જો મતદાન ૭૦% થાય તો ૨ કરોડ ૮૦ લાખનું મતદાન થાય અને જીત માટે તેમાં ૫૦%થી વધુ માટે જોઈએ તો ૧ કરોડ ૪૦ લાખ માટેની જીત હાસિલ થાય તેની સામે આપણા ૬૦ લાખ કાર્યકરોની સનિષ્ઠ ફોજ પોતાના જ કુટુંબમાં રહેલા ૩ સભ્યનું મતદાન કરાવે તો પણ ૧ કરોડ ૮૦ લાખ મત મળી જાય.જે આસાનીથી વિજય મેળવી શકે પરંતુ આના માટે પણ આપણે જાગૃતતા કેળવી લોકસંપર્ક યોગ્ય અને સચોટ કરી વધુ મતદાન કરાવવાનું છે. ગુજરાતમાં ભાજપ એટલે અંગદનો પગ છે તે અડગ અને અડિખમ છે જેને કોઈ ટસનો મસ કરી શકે તેમ નથી પરંતુ આપણે તેને લીધે આપણી કામગીરી મુકી પણ નથી દેવાની. ચૂંટણી સમયે વ્યકિગત અણગમોને દૂર કરી માત્ર ને માત્ર ભારતની એકતા અખંડિતતા અને નરેન્દ્રભાઈએ કરેલા કર્યોની સિદ્ધિ સાથે કમળને જ યાદ રાખવાનું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.