કેન્દ્રમાં સત્તા મેળવવા બંગાળને પગથિયુ બનાવવા ભાજપ એડીચોટીનું
જોર લગાવી રહ્યું છે ત્યારે શાખ બચાવવા તૃણમુલ પણ ‘ઈંટનો જવાબ
પથ્થર’થી આપી રહ્યો હોય હિંસક બનાવો બની રહ્યાં છે
દેશમાં સત્તરમી લોકસભાના ગઠન માટેની ચૂંટણીના છ તબકકા પૂર્ણ થઈ ગયા બાદ રવિવારે સાતમાં તબકકાની ચૂંટણી યોજાનારી છે. આ છેલ્લા ધમધમાટના માહોલ વચ્ચે ગઈકાલે કોલકત્તામાં અમિત શાહના રોડ-શોમાં યુનિવર્સિટી વિસ્તારમાં બે જગ્યાએ તોફાની તત્ત્વોના છમકલાના કારણે ભાજપ અને તૃણમુલના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું. ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપ વચ્ચે રીતસરનું લોકતાંત્રીક યુદ્ધ છેડાયુ ચુકયું છે. જે હવે હિંસક બન્યું છે.
ભાજપ કેન્દ્રની સત્તા મેળવવા માટે પશ્ર્ચિમ બંગાળને પગથિયુ બનાવવાની રણનીતિ તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે મમતા બેનર્જી શરૂઆતથી જ ભાજપની કારી ન ફાવે તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. મંગળવારે કોલકત્તામાં અમિત શાહના રોડ-શો દરમિયાન ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી બબાલે શેરી યુદ્ધનું રૂપ લઈ લીધું હતું. સુરક્ષાદળોએ અમિત શાહના રોડ-શોનો કાર્યક્રમ ટૂંકાવીને સલામત સ્થાને લઈ જવાયા હતા.
અમિત શાહે ટીએમસીના કાર્યકરો પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે હાર ભાળી ગયેલા મમતા બેનજી હવે તોફાનોનો સહારો લેવા માંગે છે. બીજી તરફ તૃણમુલના મમતાએ જણાવ્યું હતું કે, ભાજપ હિંસા માટે રાજય બહારથી ભાડુતી માણસો લાવીને કોલકત્તા યુનિવર્સિટીના મેદાનમાં તોફાનો કરાવ્યા હતા.
ભાજપના નેતાઓએ ચૂંટણીપંચને મળીને મમતા બેનર્જી પર પ્રચાર પ્રતિબંધ મુકવાની માંગણી કરી હતી. ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે, અમે ચૂંટણીપંચ સમક્ષ હિસ્ટ્રીસિટર અને તોફાની તત્ત્વોને તાત્કાલીક પકડી સંવેદનશીલ વિસ્તારમાં ફલેગમાર્ચની માંગ કરી છે. વિદ્યાસાગર કોલેજ હોસ્ટેલમાંથી અમિત શાહના કાફલા પર પથ્થરમારો શ‚ થતાં બન્ને જુથના કાર્યકરો વચ્ચે ધમાસાણ મચી ગયું હતું.
પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમુલ વચ્ચે આરપારનો જંગ જામી ચુકયો છે. બન્ને જુથ હરિફોને પછાડવામાં કોઈ કસર બાકી રાખે તેમ નથી. અમિત શાહે જણાવ્યું હતું કે, તૃણમુલનું આ કૃત્ય બિન લોકશાહી કાર્ય છે. મમતા બેનર્જી હિંસા કરવા માંગે છે પરંતુ હું સલામત છું શાહે માથાકુટ દરમિયાન પાલીસ મુકપ્રેક્ષક હોવાનું જણાવ્યું હતું. સામાપક્ષે મમતા બેનર્જીએ પણ ગુંડા જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. પશ્ચિમ બંગાળમાં અત્યારે ભાજપ અને તૃણમુલ વચ્ચે આરપારનો જંગ આખરી તબકકામાં હિંસક સ્વ‚પે પહોંચી ગયો છે.